Corona effect/ જૂનાગઢમાં 7 માર્ચે યોજાવનાર મહાશિવરાત્રીનો મેળો કરાયો રદ

જૂનાગઢમાં વર્ષોથી યોજાતા મહાશિવરાત્રીના મેળાને આ વખતે કોરોના મહામારીનું ગ્રહણ લાગ્યું છે

Top Stories Gujarat Others
A 18 જૂનાગઢમાં 7 માર્ચે યોજાવનાર મહાશિવરાત્રીનો મેળો કરાયો રદ

જૂનાગઢમાં વર્ષોથી યોજાતા મહાશિવરાત્રીના મેળાને આ વખતે કોરોના મહામારીનું ગ્રહણ લાગ્યું છે અને કોરોના મહામારીના ધ્યાને લઈને મહાશિવરાત્રીનો મેળો રદ્દ કરાયાનો કલેક્ટરનો નિર્ણય છે. આ પહેલા પરિક્રમા પણ રદ કરાઈ હતી. જાણવીએ કે આ મેળો 7 માર્ચથી યોજાવાનો હતો. પરંતુ કોરોના મહામારીને લીધે રદ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માત, કારમાં આગ લગતા ડોક્ટર દંપતી જીવતા સળગી ગયા

શિવરાત્રીનાં મેળાનું અનેરૂ મહત્વ છે. માત્ર ભારતનાં જ નહીં પરંતુ વિદેશમાંથી જ પણ લોકો અહીં આવે છે. આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે કોરોના વાયરસનાં કારણે મેળામાં વિદેશી મહેમાનો ઘટ્યા હતા. શહેરમાં પહેલેથી જ બુક કરાવેલા રૂમ રદ કર્યા હતા.

આ પણ વાંચો : બોડકદેવમાં કારનો કાચ તોડી લેપટોપ સહિત 70 હજાર રોકડની ચોરી, વસ્ત્રાપુરમાં નોંધાઈ ફરિયાદ

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢમાં ભવનાથમાં શિવરાત્રીનો મેળો યોજાય છે. કુંભ મેળા જેવું બીરૂદ મળ્યું છે. મેળામાં પાંચ દિવસ દિગંબર સાધુઓ ધુણી ધખાવે છે. તેમજ છેલ્લા શિવરાત્રીનાં દિવસે રવાડી નીકળે છે. અને મૃગીકુંડમાં સ્નાન કરી મેળો પૂર્ણ કરે છે. આ મેળો આધ્યાત્મિક મેળો છે. આ મેળામાં ભારત સાધુ-સંતો અને અનુયાયીઓ પધારે છે. એટલું જ નહીં મેળામાં વિદેશથી પણ લોકો આવે છે.

આ વિદેશી ભક્તો મેળા પૂર્વે ભારત પહોંચી જાય છે. અને મેળામાં હાજર રહી આધ્યાત્મિક અનુભુતિ મેળવે છે. પરંતુ ચાલુ વર્ષે વિશ્વમાં કોરોના વાયરસની અસર છે. તેને કારણે આ મેળો રદ કરવાનું નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : “તને બે દિવસનો ટાઈમ આપુ છુ, મારી સાથે નહિ આવે તો તને જાનથી મારી નાખીશ” નિકોલમાં મહિલા સાથે છેડતી