સફળતા/ મુસ્લિમ સમાજની સ્ત્રીઓ માટે ઉદાહરણ બની માહેનુર

દેશમાં હવે દિકરીઓ કોઇ પણ ક્ષેત્રમાં પાછળ રહી નથી. પછી ભલે તે શિક્ષણ ક્ષેત્ર હોય કે ડિફેન્સ. દરેક ક્ષેત્રમાં આજે આપણા દેશની દિકરીઓએ નામ રોશન કર્યુ છે. આજે અમે તમને એક એવી જ સ્ત્રીની વાત કરી રહ્યા છીએ જેણે હવે મુસ્લિમ સમાજનું નામ રોશન કર્યુ છે. જી હા, અહી અમે સૈયદ માહેનુરબેગમ મુબીનુદ્દીન કાઝીની વાત […]

Ahmedabad Gujarat
ગરમી1 મુસ્લિમ સમાજની સ્ત્રીઓ માટે ઉદાહરણ બની માહેનુર

દેશમાં હવે દિકરીઓ કોઇ પણ ક્ષેત્રમાં પાછળ રહી નથી. પછી ભલે તે શિક્ષણ ક્ષેત્ર હોય કે ડિફેન્સ. દરેક ક્ષેત્રમાં આજે આપણા દેશની દિકરીઓએ નામ રોશન કર્યુ છે. આજે અમે તમને એક એવી જ સ્ત્રીની વાત કરી રહ્યા છીએ જેણે હવે મુસ્લિમ સમાજનું નામ રોશન કર્યુ છે.

જી હા, અહી અમે સૈયદ માહેનુરબેગમ મુબીનુદ્દીન કાઝીની વાત કરી રહ્યા છીએ. જેણે બેચલર ઓફ સાયન્સનાં સેમેસ્ટર-5 માં F.D.કોલેજ  માં પ્રથમ રેન્ક મેળવ્યો છે, જ્યારે ગુજરાતમાં આ દિકરીએ 10 મો રેન્ક મેળવી મુસ્લિમ સમાજનું માથુ ગર્વથી ઉચુ કરી દીધુ છે. જણાવી દઇએ કે, સૈયદ માહેનુરબેગમ મુબીનુદ્દીન કાઝીએ બેચલર ઓફ સાયન્સનાં સેમેસ્ટર-5 માં 91.25 % મેળવ્યા છે.

ગરમી 22 મુસ્લિમ સમાજની સ્ત્રીઓ માટે ઉદાહરણ બની માહેનુર

ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ સમાજમાં દિકરીઓને ખાસ કરીને નિયમો અતર્ગત રાખવામાં આવે છે. પરંતુ હવે નવયુગ આવ્યો છે, જ્યા સૈયદ માહેનુરબેગ મુબીનુદ્દીન કાઝીએ બેચલર ઓફ સાયન્સનાં સેમેસ્ટર-5 માં F.D.કોલેજમાં પ્રથમ રેન્ક મેળવી સમાજને એક નવી દિશા આપી છે.