કંગનાની કનડગત/ મહેશ ભટ્ટનું સાચું નામ અસલમ છે, તેમણે લગ્ન માટે કર્યુ છે ધર્મ પરિવર્તન

તાજેતરમાં જ ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ કંગનાના નિશાના પર આવ્યા છે. અભિનેત્રીએ મહેશ ભટ્ટના નામ પર સવાલ ઉઠાવ્યા છે. ‘ક્વીન’ અભિનેત્રીનું કહેવું છે કે મહેશ ભટ્ટનું સાચું નામ અસલમ છે

Trending Entertainment
13 7 મહેશ ભટ્ટનું સાચું નામ અસલમ છે, તેમણે લગ્ન માટે કર્યુ છે ધર્મ પરિવર્તન

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તે અભિનેત્રીઓમાંની એક છે જે કોઈપણ મુદ્દા પર ખુલીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. મુદ્દો દેશ સાથે જોડાયેલો હોય કે પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રી, કંગના ક્યારેય પણ પોતાના મનની વાત કરવામાં પાછળ પડતી નથી. ઇન્ડસ્ટ્રીનો હિસ્સો હોવા છતાં પણ કંગના ઘણીવાર ઇન્ડસ્ટ્રીના લોકોને નિશાન બનાવે છે.

13 5 મહેશ ભટ્ટનું સાચું નામ અસલમ છે, તેમણે લગ્ન માટે કર્યુ છે ધર્મ પરિવર્તન

હવે તાજેતરમાં જ ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ કંગનાના નિશાના પર આવ્યા છે. અભિનેત્રીએ મહેશ ભટ્ટના નામ પર સવાલ ઉઠાવ્યા છે. ‘ક્વીન’ અભિનેત્રીનું કહેવું છે કે મહેશ ભટ્ટનું સાચું નામ અસલમ છે, જે તેમણે બધાથી છુપાવ્યું છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરીમાં આ વાતનો ખુલાસો કર્યો છે, મહેશ ભટ્ટે સોની રાઝદાન સાથે લગ્ન કરવાને કારણે પોતાનો ધર્મ બદલી નાખ્યો છે.

13 6 મહેશ ભટ્ટનું સાચું નામ અસલમ છે, તેમણે લગ્ન માટે કર્યુ છે ધર્મ પરિવર્તન

હકીકતમાં કંગનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર મહેશ ભટ્ટની કેટલીક વીડિયો ક્લિપ્સ શેર કરી છે, જેમાં તે ઈસ્લામ અને મુસ્લિમો વિશે કંઈક કહેતા જોવા મળી રહ્યાં છે. વીડિયો શેર કરતાં કંગનાએ લખ્યું કે, ‘તેમણે પોતાના અસલી નામનો ઉપયોગ કરવો જોઈએ અને કોઈ ધર્મનું પ્રતિનિધિત્વ ન કરવું જોઈએ, ખાસ કરીને જ્યારે તેમણે ધર્મ પરિવર્તન કર્યું હોય. મને કહેવામાં આવ્યું છે કે તેમનું સાચું નામ અસલમ છે. તેમણે બીજા લગ્ન કરવા માટે તેમનું નામ (ધર્મ) બદલી નાખ્યું હતું. આ એક સુંદર નામ છે. તેને શા માટે છુપાવ્યું? મહેશ જી લોકોને હિંસા માટે ઉશ્કેરી રહ્યા છે.

13 8 મહેશ ભટ્ટનું સાચું નામ અસલમ છે, તેમણે લગ્ન માટે કર્યુ છે ધર્મ પરિવર્તન

આ પહેલીવાર નથી જ્યારે કંગના રનૌતે મહેશ ભટ્ટ પર નિશાન સાધ્યું હોય. આ પહેલા પણ કંગનાએ મહેશ ભટ્ટ અને તેમની પુત્રી આલિયા ભટ્ટ પર નિશાન સાધ્યું હતું.  કંગનાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી હાલમાં જ ‘ધાકડ’માં જોવા મળી હતી. કંગનાની આ ફિલ્મ સ્ક્રીન પર ખરાબ રીતે પિટાઈ ગઈ હતી. હવે અભિનેત્રી ‘ઇમરજન્સી’નું શૂટિંગ કરી રહી છે.