Not Set/ રાજ્ય સરકારે સાવલી તાલુકાને આપી ભેટ, પોઇચા કનોડા ગામ નજીક બનશે વિયર

મહીસાગર જિલ્લા માટે ખુશખબરી સામે આવી રહી છે. રાજ્ય સરકારે મહી નદી માટે અત્યાંત લાભદાયી એવા વિયર નિર્માણને મંજૂરી આપી દીધી છે.

Gujarat Others Trending
election 21 રાજ્ય સરકારે સાવલી તાલુકાને આપી ભેટ, પોઇચા કનોડા ગામ નજીક બનશે વિયર

મહીસાગર જિલ્લા માટે ખુશખબરી સામે આવી રહી છે. રાજ્ય સરકારે મહી નદી માટે અત્યાંત લાભદાયી એવા વિયર નિર્માણને મંજૂરી આપી દીધી છે. સરકારના સિંચાઇ વિભાગ દ્વારાબે સપ્તાહ પહેલા મંજૂરી આપી દેવામાં આવી છે અને આ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોઇચા વિયરના નિર્માણની સૂચિત દરખાસ્તને 30 જાન્યુઆરીએ આપી હતી.

સિંચાઇ વિભાગે આપી મંજૂરી

રાજ્ય સરકારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઇચા કનોડા ગામ નજીક મહી નદીમાં આશીર્વાદ સમાન આડબંધ(વિયર)ના નિર્માણની સિંચાઇ વિભાગની દરખાસ્તને 5 માર્ચે મંજૂરી આપી દીધી છે. અગાઉ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બહુવિધ લાભો આપનારા પોઇચા વિયરના નિર્માણની સૂચિત દરખાસ્તને 30 જાન્યુઆરીએ મંજૂરી આપી હતી.

  • વડોદરા અને આણંદ જિલ્લાને લાભ મળશે
  • 5 મીટર ઉંચો વિયર મહી નદીમાં બંધાશે
  • વિયરને પગલે 9 કિમી લંબાઇનું સરોવર બનશે
  • સરોવરને પગલે આસપાસના ગામોનું ભૂગર્ભ જળસ્તર વધશે
  • સાવલીના 34 ગામ અને ઉમરેઠના 15 ગામોને લાભ

પોઇચા કનોડા ગામે મહી નદીમાં નદીના તળથી 5 મીટર ઊંચાઇનો વિયર બાંધતા ઉપરવાસમાં અંદાજે 9 કિમી લંબાઈનું નદી જળ સરોવર રચાઈ શકે છે. જેથી મહી કાંઠાના સાવલી તાલુકાના 34 ગામો અને આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના 15 ગામો મળી કુલ 49 ગામોને સિંચાઇ અને ભૂગર્ભ જળ ભંડારમાં વૃદ્ધિ તથા કુવાઓના જીવંતિકરણના લાભો આપી શકે છે. આમ, આ મોટો આડબંધ આશીર્વાદનો આડબંધ બને તેવી ઉજ્જવળ શક્યતાઓ છે. સિંચાઇ વિભાગ આ વિયરથી 49 જેટલા ગામોના 400થી વધુ કૂવા જીવંત થવાની આશા સેવે છે, જેનો ખેતીને લાભ મળશે. મત્સ્ય ઉદ્યોગ પણ પ્રોત્સાહિત થશે અને પશુપાલનને વેગ મળશે

રાજ્ય સરકારે યોજના માટે 308 કરોડ મંજૂર કર્યાં

રાજ્ય સરકાર દ્વારા તેના નિર્માણ માટે અંદાજે રૂ. 308 કરોડ કરતાં વધુ રકમના સૂચિત ખર્ચને અનુમોદન આપ્યું છે. તેના પગલે સૂચિત સ્થળે મહી નદીમાં પાયાની ચકાસણી માટે ડ્રીલિંગ કરી, તેના આધારે આ સ્ટ્રકચરની ફાઇનલ ડિઝાઈન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અગાઉ પ્રાથમિક આલેખન કરવામાં આવ્યું હતું જેના આધારે મંજૂરી મળી છે.