તંત્રની ઘોર બેદરકારી/ આવા થીગડા માર્યાને તો મા અંબા પણ નહીં છોડે?

અંબાજીમાં રોડ પર ખાડા બૂરવાની કામગીરીમાં પણ વેઠ ઉતારવામાં આવી છે.

Top Stories Gujarat Others
Web Story 17 1 આવા થીગડા માર્યાને તો મા અંબા પણ નહીં છોડે?
  • અંબાજી: ખાડા ભરવાની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી
  • પાણીમાં નાખેલો ડામરનો માલ કેટલા દિવસ ટકશે એક પ્રશ્ન
  • થીગડા મારેલો રોડ પૂનમ સુધી ટકશે કે નહીં તે અંગે પ્રશ્ન

અંબાજી ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો ભરાશે. આ દરમિયાન હાલ મેળાની તૈયારીઓ વચ્ચે તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. અંબાજીમાં મેળાની તૈયારીના ભાગરૂપે તંત્રની બેદરકારી સામે આવી છે.

આપને જણાવી દઈએ કે, અંબાજી ભાદરવી પૂનમના મેળાની તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. મંદિરમાં લાઈટીંગથી લઈને તમામ તૈયારી શરુ કરી દેવાઈ છે. ત્યારે આવામાં અંબાજીમાં રોડ પર પડી ગયેલા ખાડાને ભરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે.ત્યારે અંબાજીમાં રોડ પર ખાડા બૂરવાની કામગીરીમાં પણ વેઠ ઉતારવામાં આવી છે. રોડ પર પડી રહેલા ખાડા ભરવા માટે તંત્ર દ્વારા ડામરના થીગડા મારવામાં આવી રહ્યા છે. તંત્રએ રસ્તો બનાવવાને બદલે ડામરના થીગડા મારીને સંતોષ માની લીધો છે. જણાવીએ કે, રસ્તા પર પાણી ભરેલા ખાડામાં ડામર ઠાલવવામાં આવી રહ્યો છે.

અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. આ વર્ષે 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજનાર આ ભવ્ય મેળામાં અંદાજે 40 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: દ્વારકામાં શિક્ષકે 16 વર્ષની તરુણી પર આચર્યું દુષ્કર્મ, ભાઈને જાનથી મારી નાખવાની હતી હતી ધમકી

આ પણ વાંચો: સુરત મહાનગરપાલિકાના અધિકારી અને પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા

આ પણ વાંચો: સુરત પોલીસે 7 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ, માનવ તસ્કરીના રેકેટનો થયો પર્દાફાશ

આ પણ વાંચો: જામનગરની જી.જી.હોસ્પિટલમાં ચાલુ ઓપરેનમાં ફોટો સેશન મામલે મોટી કાર્યવાહી,સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સામે લીધા