મહારાષ્ટ્ર/ નાસિક પાસે મોટી ટ્રેન દુર્ઘટના, જયનગર એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતર્યા, ઘણા ઘાયલ

નાસિક નજીક લહવિત અને દેવલાલી વચ્ચે ટ્રેન નંબર 11061 LTT-જયનગર એક્સપ્રેસ (પવન એક્સપ્રેસ) ના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

Top Stories India
karoli 15 નાસિક પાસે મોટી ટ્રેન દુર્ઘટના, જયનગર એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતર્યા, ઘણા ઘાયલ
  • જયનગર એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ દુર્ઘટના નાસિક નજીક બપોરે થઈ હતી.
  • દુર્ઘટના બાદ ઘણી ટ્રેનોને અસર થઈ, રેલવેએ હેલ્પલાઈન નંબર જારી કર્યા

મહારાષ્ટ્રના નાસિક પાસે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ જયનગર એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માત બપોરે 3.15 વાગ્યાની આસપાસ થયો હતો. ડાઉન લાઇન પર, નાસિક નજીક લહવિત અને દેવલાલી વચ્ચે ટ્રેન નંબર 11061 LTT-જયનગર એક્સપ્રેસ (પવન એક્સપ્રેસ) ના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ અકસ્માત રાહત ટ્રેન અને મેડિકલ વાન ઘટનાસ્થળે રવાના થઈ હતી.

મળતી માહિતી મુજબ ભુસાવલ ડિવિઝનના નાસિક પાસે ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તેની માહિતી રેલવેને તાત્કાલિક અસરથી આપવામાં આવી હતી. અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

અકસ્માત બાદ જારી કરાયેલા હેલ્પલાઈન નંબરો

CMMT-022-22694040
સીએમએમટી- 022-67455993
નાશિક રોડ – 0253-2465816
ભુસાવલ – 02582-220167
ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ 54173

આ ટ્રેનો ખોરવાઈ ગઈ

12617 નિઝામુદ્દીન મંગલા એક્સપ્રેસ
12071 જાલના જનશતાબ્દી એક્સપ્રેસ
12188 જબલપુર ગરીબરથ
11071 વારાણસી એક્સપ્રેસ
01027 LTT-ગોરખપુર સમર સ્પેશિયલ

આ ટ્રેનને ડાયવર્ટ કરી

22221 નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ વાયા દિવા-વસાઇ

રેલવે અધિકારીઓએ આ માહિતી આપી હતી

રેલવે મંત્રાલયના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (માહિતી અને પ્રચાર) ગૌરવ કૃષ્ણ બંસલે જણાવ્યું કે આ અકસ્માતમાં કેટલાક લોકોને ઈજા થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. પરંતુ અકસ્માતમાં કોઈનું મોત થયું નથી.

વલસાડ/ વાપીના આ વ્યક્તિએ 5 લોકોને આપ્યું જીવનદાન

National/ AAPનો દાવો, જમ્મુમાં પાર્ટી સાથે જોડાયા 50 હજાર લોકો, ચૂંટણીની મોટી તૈયારીઓ

રાજકીય/ હાર્દિક, અનંત, જિગ્નેશ – યુવા ‘મિત્રો’ની ત્રિપુટી ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબૂત કરવા  મક્કમ

Covid-19 Update/ ચીનમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, બે વર્ષની સરખામણીમાં સૌથી વધુ કેસ, યુકેમાં 50 લાખ સંક્રમિત હોવાનો અંદાજ

OMG! / ‘એમ્નીયોટિક સેક’ સાથે જન્મેલી જોડિયા છોકરીઓ, તેમનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ફરી કુદરતના ખોળે / ચાલો ઘર ચકલીને આપણા ઘરે પાછી લાવીએ….