India-Export/ વૈશ્વિક મંદીના ભણકારા વચ્ચે મેક ઇન ઇન્ડિયાની ગૂંજઃ ભારતની નિકાસ 447 અબજ ડોલર થઈ

ગુરુવારે આ સંદર્ભમાં માહિતી આપતા વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે દેશની નિકાસ ગત નાણાકીય વર્ષ 2022-23માં 6 ટકા વધીને રેકોર્ડ 447 અબજ ડોલર થઈ છે.

Top Stories Business
India વૈશ્વિક મંદીના ભણકારા વચ્ચે મેક ઇન ઇન્ડિયાની ગૂંજઃ ભારતની નિકાસ 447 અબજ ડોલર થઈ

છેલ્લું વર્ષ વિશ્વભરના વ્યવસાયો માટે પડકારજનક રહ્યું છે. India Export યુરોપમાં મોંઘવારી, રશિયા અને યુક્રેનમાં યુદ્ધ તેમજ ચીનમાં કોરોના સંકટને કારણે વૈશ્વિક વેપારને મંદીમાં ધકેલી દીધો હતો. પરંતુ આ વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારતમાં બનેલા ઉત્પાદનોની વિશ્વભરમાં માંગ ઝડપથી વધી છે. સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, ગત નાણાકીય વર્ષ 2022-23માં ભારતમાંથી નિકાસમાં 6 ટકાનો વધારો થયો છે.

ગુરુવારે આ સંદર્ભમાં માહિતી આપતા વાણિજ્ય અને India Export ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે દેશની નિકાસ ગત નાણાકીય વર્ષ 2022-23માં 6 ટકા વધીને રેકોર્ડ 447 અબજ ડોલર થઈ છે. જો આપણે મુખ્ય નિકાસ વસ્તુઓની વાત કરીએ તો મુખ્યત્વે પેટ્રોલિયમ, ફાર્માસ્યુટિકલ્સ, રસાયણો અને દરિયાઈ ઉત્પાદનોના ક્ષેત્રોમાં સારી કામગીરીને કારણે નિકાસ સારી રહી છે. અગાઉના નાણાકીય વર્ષ 2021-22માં નિકાસ $422 બિલિયન હતી. ગોયલે જણાવ્યું હતું કે માલસામાન અને સેવાઓની નિકાસ નવી ઊંચાઈએ પહોંચી છે અને 2022-23માં 14 ટકા વધીને 770 અબજ ડોલર થવાની ધારણા છે જે એક વર્ષ અગાઉ 676 અબજ ડોલર હતી. ગોયલે કહ્યું કે “આ ખરેખર આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના વિસ્તરણનો સંકેત છે”.

આયાતમાં 16.5 ટકાનો વધારો
ભારતમાંથી નિકાસમાં 6 ટકાનો વધારો થયો હશે, પરંતુ આયાતમાં થયેલા India Export જંગી વધારાએ આ ખુશી પર પાણી ફેરવી દીધું છે. ગયા વર્ષે ભારતની નિકાસમાં 16.5 ટકાનો વધારો જોવા મળ્યો છે. દેશની આયાત એક વર્ષ અગાઉ 2021-22માં $613 બિલિયનથી વધીને $714 બિલિયન થઈ ગઈ છે.

સેવા નિકાસમાં 27 ટકા વૃદ્ધિ
દેશની સેવા નિકાસ પણ 2022-23માં 27.16 ટકા વધીને 323 અબજ ડોલર થવાની ધારણા છે India Export જે અગાઉના નાણાકીય વર્ષમાં 254 અબજ ડોલર હતી. મંત્રીએ રોમમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “ભારતની નિકાસનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. દેશમાંથી કુલ નિકાસ 2022-23માં $770 બિલિયનની નવી ટોચે પહોંચવાની તૈયારીમાં છે. જે ગત નાણાકીય વર્ષ કરતાં 14 ટકા વધુ છે. તે 2020માં $500 બિલિયન અને 2021-22માં $676 બિલિયન હતું.

આ પણ વાંચોઃ Asad Crime Kundali/ અતીકના પુત્ર અસદની ક્રાઇમ કુંડળી

આ પણ વાંચોઃ ઉમેશ પાલ હત્યા કેસ/ જાણો કોણ છે એ પોલીસ અધિકારી જેણે અતીકના પુત્રને માર્યો ઠાર, રાષ્ટ્રપતિએ પણ કરી ચુક્યા છે સન્માન

આ પણ વાંચોઃ માફિયા અતીક/ અતીક પર કોર્ટમાં જૂતું ફેંકાયુ, પોલીસે સાત દિવસના રિમાન્ડ મેળવ્યા