Tips/ આ છાલનો ઉપયોગ કરી ઘરને બનાવો ચકચક્તિ..

સંતરાની છાલ માંથી અથવા અન્ય ફળ કે શાકભાજીઓની છાલ માંથી બાયો એન્ઝાઇમ બનાવી શકાય છે. તેનો તમે ઘરમાં ઘણી રીતે ઉપયોગ કરી શકો છો

Tips & Tricks Lifestyle
6 1 14 આ છાલનો ઉપયોગ કરી ઘરને બનાવો ચકચક્તિ..

સંતરાની છાલ માંથી અથવા અન્ય ફળ કે શાકભાજીઓની છાલ માંથી બાયો એન્ઝાઇમ બનાવી શકાય છે. તેનો તમે ઘરમાં ઘણી રીતે ઉપયોગ કરી શકો છો.  સામાન્ય રીતે આપણે સંતરા ખાધા પછી તેની છાલને ફેંકી દઈએ છીએ. પણ આજે આપણે તેના ઉપયોગ વિષે જાણીશું. સંતરાની છાલમાંથી તમે બાયો એન્ઝાઇમ બનાવી શકો છો. તે ખુબ જ સરળતાથી તૈયાર થઈ જાય છે. તે બાયો એન્ઝાઇમનો ઉપયોગ તમે તમારા ઘર માટે, છોડ માટે, ફ્લોર અને રસોડાની સફાઈ માટે કરી શકો છો.

તમે ઘરમાં પોતું કરતા સમયે જે બ્રાન્ડેડ લીકવીડ નાખો છો તેના કરતા આ બાયો એન્ઝાઇમ 4 ગણા વધારે અસરદાર છે. ઘરની સફાઈ કરતા સમયે જ્યાં તમારા હાથ નથી પહોંચતા ત્યાં પણ આ વસ્તુ સારી એવી સફાઈ કરી શકે છે.

સૌથી પહેલા તમારે સંતરાની વધેલી છાલ લેવાની છે. તેની સાથે 2 લીટર ક્ષમતા વાળી બોટલ લેવાની છે. જો 2 લીટરની બોટલ નથી મળતી તો 1 લીટરની પણ ચાલશે. આ બાયો એન્ઝાઇમ બનાવવા માટે તમારે 300 ગ્રામ સંતરાની છાલ લેવાની છે. સંતરાની સાથે તમે મોસંબી, માલ્ટા અને લીંબુની છાલ પણ મિક્સ કરી શકો છો. તે છાલ તમારે બોટલમાં નાખવાની છે. અને બોટલના 80 ટકા ભાગ જેટલું પાણી નાખવાનું છે. ઉપરની થોડી જગ્યા ખાલી રાખવાની છે કારણ કે તેમાં ગેસ બનશે. અને તે બોટલમાં તમારે 100 ગ્રામ સુધી ગોળ નાખવાનો છે. બધી વસ્તુ બોટલમાં નાખીને ઢાંકણ બંધ કરીને સારી રીતે હલાવી દેવાનું છે. અને બોટલ પર તારીખ લખી દેવાની છે. તે દિવસથી લગભગ 90 દિવસમાં બાયો એન્ઝાઇમ બનીને તૈયાર થશે. આ સમયગાળો 120 દિવસ સુધી પણ જઈ શકે છે.

બોટલના ખાલી ભાગમાં ગેસ બનશે એટલે તમારે થોડા થોડા દિવસે તેનું ઢાંકણ ખોલીની તેનો ગેસ બહાર કાઢવો પડશે. જો તમે એવું નહિ તો બોટલ ફાટી જશે. ગેસ બહાર કાઢવાના સમયની વાત કરીએ તો પહેલા 2 દિવસ પછી ગેસ કાઢવો, પછી તેના 4 દિવસ બાદ, પછી તેના 8 દિવસ બાદ, પછી 16 દિવસ બાદ એ રીતે ગેસ કાઢવાનો છે.

બોટલને ઘરની છતના કોઈ ખૂણામાં મૂકી શકો છો. અને તમારે પ્લાસ્ટિકની બોટલ જ લેવાની છે કાચની નહિ. જો તમારે વધારે દિવસો સુધી બહાર જવાનું થાય છે તો બોટલનું ઢાંકણ થોડું ઢીલું કરી દેવું. ઢાંકણ આખું નથી ખોલવાનું, ફક્ત થોડું જ ખોલવાનું છે.

વટાણાંના છોતરા માંથી પણ બાયો એન્ઝાઇમ બનાવી શકાય

તમે વટાણાંના છોતરા માંથી પણ આ રીતે બાયો એન્ઝાઇમ બનાવી શકો છો. અલગ અલગ શાકભાજીઓને ભેગી કરીને પણ બનાવી શકો છો. પણ ધ્યાન રહે કે ફળ અને શાકભાજીને મિક્સ નથી કરવાની. ફળની છાલ અલગ રાખવાની છે અને શાકભાજીની અલગ.

90 થી 120 દિવસમાં બાયો એન્ઝાઇમ બનીને તૈયાર થઈ જશે. ત્યારે તમે જોશો તો છાલનો ઓગળેલો ભાગ નીચે બેસી ગયો હશે. તમારે બોટલમાં રહેલા લીકવીડને કપડાંથી ગાળી લેવાનું છે અને પછી તેનો ઉપયોગ કરવાનો છે. તેમાં જે ભાગ બચ્યો હોય તેને તમે છોડ માટે માટી તૈયાર કરો તેમાં મિક્સ કરી શકો છો.

જે લીકવીડ ગાળ્યું છે તેને અન્ય કોઈ બોટલમાં ભરી દો. તેમાં પણ તમારે ઉપર થોડી જગ્યા ખાલી રાખવી જોઈએ. તેમાં પણ ગેસ બનશે. હવે તેના ઉપયોગની વાત કરીએ તો તેનો છોડમાં ઉપયોગ કરવા માટે તેના 5 થી 10 મીલીલીટર મિશ્રણને 1 લીટર પાણીમાં નાખીને હલાવી દેવાનું છે. તમે છોડ પર તે પાણીનો સ્પ્રે કરો. અથવા તો છોડમાં જે રીતે પાણી નાખો છો એ રીતે પણ તેનો ઉપયોગ કરી શકો છો.

જો તમે છોડમાં તેનો ઉપયોગ કરો છો તો 21-22 દિવસનો ગેપ રાખવો. છોડ પર એક વખત તેનો ઉપયોગ કર્યા પછી 21-22 દિવસ પછી તે છોડ પર તેનો ઉપયોગ કરવો. તમે ઘરમાં પોતું કરવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. તેમાં શાકભાજીના બાયો એન્ઝાઇમ ઉપયોગ ન કરવો કારણ કે તેમાંથી દુર્ગંધ આવશે.