Viral video/ મલાઇકા અરોરાએ ડોક્ટર હાથી સાથે કર્યો આ આઈટમ સોંગ પર ડાન્સ, જુઓ

બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા તેના ડાન્સ અને તેની સ્ટાઇલ માટે ખૂબ જાણીતી છે. આ દિવસોમાં મલાઇકા અરોરા ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ને જજ કરી રહી છે

Videos
a 132 મલાઇકા અરોરાએ ડોક્ટર હાથી સાથે કર્યો આ આઈટમ સોંગ પર ડાન્સ, જુઓ

બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા તેના ડાન્સ અને તેની સ્ટાઇલ માટે ખૂબ જાણીતી છે. આ દિવસોમાં મલાઇકા અરોરા ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ને જજ કરી રહી છે અને શોમાં પણ અભિનેત્રી પોતાના ડાન્સ અને સ્ટાઇલથી ઘમાલ મચાવી રહી છે. તાજેતરમાં જ મલાઈકા અરોરાનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની કાસ્ટ એટલે કે ડોક્ટર હાથી  સાથે ‘અનારકલી ડિસ્કો ચલી’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં મલાઇકા અરોરા અને ડોક્ટર હાથીના આ ડાન્સ વિડીયો છકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

Instagram will load in the frontend.

મલાઇકા અરોરાનો આ વીડિયો સોની ટીવી દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધીમાં 37 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ સાથે ચાહકો પણ મલાઈકાના આ ડાન્સ વીડિયો વિશે ઘણી ટિપ્પણી કરી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની કાસ્ટની એન્ટ્રી ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ના મંચ પર થાય છે. આ પછી, ડો.હાથી અનારકાલી ડિસ્કો ચલી પર મલાઇકા અરોરા સાથે સ્ટેજ પર ધમાલ મચાવી. ડોક્ટર હાથી સિવાય તે તારક મહેતા સાથે ડાન્સ કરતી પણ જોવા મળે છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો : નેહા કક્કડના લગ્નમાં ઉર્વશી રૌતેલાએ પહેર્યો લાખો રૂપિયાનો ડ્રેસ

‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ અને મલાઇકા અરોરાના આ ડાન્સને લઈને ચાહકો પણ ખૂબ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે અને આતુરતાપૂર્વક આ શોની રાહ જોઇ રહ્યા છે. તે જ સમયે, મલાઇકા અરોરાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, અભિનેત્રીને ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં જજ તરીકે જોવા મળી રહી છે. આ અગાઉ તે ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડેલને પણ જજ ને લઈને ચર્ચામાં રહી  છે. કામ સિવાય મલાઈકા અરોરા તેના ગ્લેમરસ લુક અને સ્ટાઇલને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. તેનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાયરલ થાય છે.

આ પણ વાંચો : મહેશ-નરેશ કનોડિયાના નિધનના આઘાતથી તૂટી પડ્યા હિતુ કનોડિયા, કહ્યું, “સાથે જીવશું, સાથે મરશુ”