Viral Video/ આ ચિમ્પાન્જી તો માણસની જેમ કપડા ધોવે છે, માનવામાં ન આવે તો જોઇ લો આ Video

વીડિયોમાં, એક ચિમ્પાન્ઝી કપડાં એટલી સુંદર રીતે કપડા ધોતો જોવા મળે છે કે એક વખત જોયા બાદ તમારું મોંઢુ ખુલ્લુનું ખુલ્લુ રહી જશે. તમે વિચારવા લાગશો કે ચિમ્પાન્ઝી આવુ કેવી રીતે કરી શકે છે?

Videos
માણસ અને ચિમ્પાન્જી

ઘણા વીડિયો અવાર-નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. જે જોયા બાદ લોકો પોતાનુ હસવાનું રોકી શકતા નથી. ઘણીવાર માણસનો સાથે-સાથે જાનવર પણ એવી હરકતો કરી બેસે છે જેને જોઇને લોકો આશ્ચર્યચકિત થઇ જતા હોય છે. કઇંક આવી જ ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી છે. જેમા એકે ચિમ્પાન્ઝી એક પથ્થર પર કપડા ધોતો જોવા મળે છે. જેના કારણે આ વીડિયોને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.

આ પણ વાંચો – ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG માં ભાવમાં ભડકો, અમદાવાદમાં રિક્ષા ચાલકોનો ભારે વિરોધ

આપને જણાવી દઇએ કે, વીડિયોમાં, એક ચિમ્પાન્ઝી કપડાં એટલી સુંદર રીતે કપડા ધોતો જોવા મળે છે કે એક વખત જોયા બાદ તમારું મોંઢુ ખુલ્લુનું ખુલ્લુ રહી જશે. તમે વિચારવા લાગશો કે ચિમ્પાન્ઝી આવુ કેવી રીતે કરી શકે છે? વીડિયોમાં ચિમ્પાન્ઝી ટી-શર્ટને સાબુથી ધોતો જોવા મળી રહ્યો છે. તે વહેતા પાણીની નજીક બેઠો છે અને પીળા કલરની ટી-શર્ટ ધોઈ રહ્યો છે. પહેલા તે તેને પાણીથી પલાળી દે છે અને પછી તેના પર સાબુ લગાવે છે અને પછી તેને પોતાના હાથથી ઘસે છે. વીડિયો જોઈને આશ્ચર્ય પામશો નહીં, કારણ કે ચિમ્પાન્ઝી જાણે છે કે કપડાં કેવી રીતે ધોવા જોઇએ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયો 3000 થી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

https://www.instagram.com/reel/CUrLbF2j8Sr/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – Afaghanistan Cricket / શું ICC અફઘાનિસ્તાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પ્રતિબંધિત કરશે? CEO એ ટી 20 વર્લ્ડ કપ વિશે મોટું નિવેદન આપ્યું

આપને જાણીને આશ્ચર્ય થશે કે, મનુષ્યો અને ચિમ્પાન્ઝી તેમના DNA નો 98.8 ટકા હિસ્સો શેર કરે છે. એટલા માટે ચિમ્પાન્ઝી મનુષ્યો દ્વારા કરવામાં આવતી ક્રિયાઓ માટે સરળતાથી અનુકૂલન કરી શકે છે. એવું પણ જોવા મળ્યું છે કે, ચિમ્પાન્ઝી શબ્દો યાદ રાખવા, રમકડાં સાથે રમવા માટે પણ સક્ષમ છે. તેઓ કોઈ પ્રિયજનની ખોટનો શોક પણ કરે છે. ગયા વર્ષે, એક વાંદરો તેના બાળકને સ્નાન કરાવતો હતો તે વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં વાંદરો તેના બાળકને નહાવાનું શીખવી રહ્યો હતો. આ વીડિયો IFS અધિકારી સુશાંત નંદાએ શેર કર્યો છે.