OMG!/ પુરુષ શિક્ષકો સ્કર્ટ પહેરીને સ્કૂલે આવી રહ્યા છે જેથી લોકો સમજી શકે આ વાત 

જો કપડા ને  પુરુષો અને સ્ત્રીઓના દૃષ્ટિકોણથી જોઈશું તો  ‘કપડાંને કોઈ લિંગ નથી હોતું’. સ્પેઇનમાં એક શાળામાં પુરુષ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સ્કર્ટ પહેરીને શાળામાં આવી રહ્યા છે.

World Ajab Gajab News Trending
corona 1 6 પુરુષ શિક્ષકો સ્કર્ટ પહેરીને સ્કૂલે આવી રહ્યા છે જેથી લોકો સમજી શકે આ વાત 

આપડે સામાન્ય રીતે સ્ત્રી અને પુરુષોના કપડા અલગ હોય છે. જો કે આજના આધુનિક સમયમાં સત્રીઓએ જરૂરથી પુરુષોના કપડા અપનાવ્યા છે. પરંતુ છતાય સ્ત્રીઓના કપડાએ સ્ત્રીઓની આગવી ઓળખ બની રહ્યાછે. પછી એ પૂર્વની સંસ્કૃતિ હોય કે પછી પશ્ચિમની  કપડામાં સ્ત્રીઓની આગવી ઓળખ ઉભી કરી છે.

જો કપડા ને  પુરુષો અને સ્ત્રીઓના દૃષ્ટિકોણથી જોઈશું તો  ‘કપડાંને કોઈ લિંગ નથી હોતું’. સ્પેઇનમાં એક શાળામાં પુરુષ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સ્કર્ટ પહેરીને શાળામાં આવી રહ્યા છે. તેઓ લિંગ સમાનતા  માટે સ્કર્ટ  પહેરીને શાળામાં આવી રહ્યા છે. તો સાથે સાથે ગત વર્ષે ઓક્ટોબરમાં શાળાએ એક વિધાર્થીને શાળામાં સ્કર્ટ પહેરીને આવવા બદલ્સહાલામાહી કાઢી મુક્યો હતો. તો આ વિદ્યાર્થીને સમર્થન આપવા માટે પણ આ  શિક્ષકો અને વિદ્યાર્થીઓ સ્કર્ટ પહેરીને શાળામાં આવી રહ્યા છે. તો સાથે તેઓ નું  # ક્લોથ્સ હેવ નોજેન્ડર આંદોલન ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યું છે, જેને લોકોનું ખુબ મોટું સમર્થન મળી રહ્યું છે.

આ આંદોલન કેવી રીતે શરૂ થયું?

આ બધું એક ગણિતના શિક્ષક દ્વારા શરુ કરવામાં આવ્યું હતું. ગણિતના શિક્ષક જોસ પિનાસ સ્કર્ટ પહેરી વર્ગમાં આવ્યા. તેમણે સ્કર્ટ પહેર્યા બદલ સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવેલા 15 વર્ષીય વિદ્યાર્થી માઇકલ ગોમેઝના સમર્થનમાં આ કૃત્ય શરુ કર્યું હતું.  અને કહ્યું હતું કે તેમને મનોવૈજ્ઞાનિકોની જરૂર છે. બાદમાં, માઇકલે ટિકટોક પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે તે સ્કર્ટ પહેરીને નારીવાદ અને વિવિધતા બતાવવા માંગે છે. મામલો વાયરલ થયા પછી ઘણા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સ્કર્ટ પહેરીને સ્કૂલે આવી રહ્યા છે.

વિદ્યાર્થીના સમર્થનમાં ઉભા રહેલા શિક્ષક

તાજેતરમાં, 37 વર્ષનાં શિક્ષક Manuel Ortega અને 36 વર્ષનાં શિક્ષક Borja Velázquez વર્ગમાં સ્કર્ટ પહેરવાનું શરૂ કર્યું. તેમણે જણાવ્યું હતું કે તેમની સ્કૂલમાં પણ એક વિદ્યાર્થીને સ્વેટશર્ટ પહેરીને આવવા બદલ ખુબ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યો હતો.  વિદ્યાર્થીની ટીશર્ટ જોયા બાદ તેને ગે કહીને તેની મજાક ઉડાવવાની કોશિશ કરવામાં આવી હતી અને તેણે  એટલી શરમ અનુભવી હતી કે તે ખૂબ ભાવુક થઈ ગયો હતો, અને તેણે પોતાનો ટીશર્ટ બદલવી પડી હતી. આ જ કારણ છે કે બંને શિક્ષકો છેલ્લા એક મહિનાથી સ્કર્ટ પહેરીને તેમની સ્કૂલે આવી રહ્યા છે.

 સસ્તી લોકપ્રિયતા મેળવવાનું લક્ષ્ય નથી
એક મુલાકાતમાં Manuel Ortegaએ કહ્યું હતું કે, ‘તેમનો હેતુ સસ્તી લોકપ્રિયતા મેળવવા અથવા સ્કર્ટ પહેરીને સોશિયલ મીડિયા પર વાયરલ થવાનો નથી, પરંતુ તે સમાજમાં સહનશીલતા વધારવા માંગે છે. તેમણે અન્ય લોકોને પણ આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે, શિક્ષક જોસ પિનાસ પણ ગયા વર્ષથી સ્કર્ટમાં જ  સ્કૂલમાં જતા હતા.