Not Set/ રામદેવની મુશ્કેલીમાં વધારો, 1 જૂને દેશભરમાં ડૉક્ટરો નોંધાવશે બ્લેક ડે પ્રોટેસ્ટ

યોગગુરુ બાબા રામદેવ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) વચ્ચે ચાલી રહેલો વિવાદ હજી પૂરો થયો નહોતો કે હવે રેસીડેન્ટ તબીબોની સંસ્થાએ પણ બાબા રામદેવ સામે મોરચો ખોલ્યો છે.

Top Stories Trending
1 71 રામદેવની મુશ્કેલીમાં વધારો, 1 જૂને દેશભરમાં ડૉક્ટરો નોંધાવશે બ્લેક ડે પ્રોટેસ્ટ
  • યોગગુરૂ બાબા રામદેવની મુશ્કેલીમાં વધારો,
  • 1 જૂને દેશભરમાં ડૉક્ટરો નોંધાવશે વિરોધ,
  • બાબા રામદેવ વિરુદ્ધ બ્લેક ડે પ્રોટેસ્ટ યોજશે,
  • ફેડરેશન ઓફ રેસીડેન્ટ ડૉક્ટર્સ એસો. ઓફ ઇન્ડિયાની જાહેરાત,
  • એલોપથી દવા મુદ્દે બાબા રામદેવે કરી હતી ટિપ્પણી

યોગગુરુ બાબા રામદેવ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) વચ્ચે ચાલી રહેલો વિવાદ હજી પૂરો થયો નહોતો કે હવે રેસીડેન્ટ તબીબોની સંસ્થાએ પણ બાબા રામદેવ સામે મોરચો ખોલ્યો છે. ફેડરેશન ઓફ રેસીડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (ફોરડા) એ બાબા રામદેવે દ્વારા એલોપથી અને આધુનિક દવાઓને લગતા નિવેદનની વિરુદ્ધ 1 જૂને દેશવ્યાપી બ્લેક ડે પ્રોટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

બાબા vs મેડિકલ / આમિર ખાનનો વીડિયો શેર કરી રામદેવે કહ્યુ- મેડિકલ માફિયાઓમાં હિમ્મત હોય તો આમિર વિરુદ્ધ…

શનિવારે (મે 29, 2021) જારી કરવામાં આવેલી તેની અખબારી રજૂઆતમાં, ફોર્ડાએ જણાવ્યું છે કે કોવિડ -19 રોગચાળા દરમિયાન ઘણા કોરોના વોરિયર્સ તેમની ક્ષમતા કરતા વધારે કાર્ય કરે છે, પરંતુ તેમના આ યોગદાન બાદ પણ બાબા રામદેવ દ્વારા અમાનવીય અને અપમાનજનક નિવેદન આપવામાં આવ્યું છે. અખબારી યાદીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે બાબા રામદેવે આપેલા નિવેદનમાં ભારત સરકારનાં રસીકરણ કાર્યક્રમને નુકસાન થયું છે અને લોકોમાં આંશકાઓ એકવાર ફરી પૈદા થઇ છે. ડોક્ટર મનીષે જણાવ્યું હતું કે, કોરોનાની ડ્યૂટીમાં રોકાયેલા તમામ ડોકટરો, નર્સો અને પેરામેડિકલ સ્ટાફ પીપીઈ કીટ પર બ્લેક બેન્ડ બાંધીને કામ કરશે. વોટ્સએપ પર તમે તમારા ડી.પી.ને બ્લેક કરશો. ડોક્ટરોનું માનવું છે કે, રામદેવે નિવેદન આપીને સરકાર દ્વારા રસીકરણ વિરુદ્ધ અસત્ય અને મૂંઝવણ ફેલાવી છે. નોંધપાત્ર વાત એ છે કે કોરોના સંકટ વચ્ચે રામદેવનાં નિવેદનથી દેશમાં આયુર્વેદ અને એલોપેથી વચ્ચેની લડત વધુ તીવ્ર બની છે.

આગાહી / આજે, આવતીકાલે અને આગામી દિવસોમાં બિહાર સહિતના આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

આઈએમએ એ બાબા રામદેવનાં નિવેદનો અને નવા વીડિયો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘણા એલોપથી ડોક્ટરોએ પણ રામદેવ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમજ તેમને એક હજાર કરોડ રૂપિયાની માનહાનીનું નોટિસ પણ મોકલવામાં આવ્યું છે. બીજી તરફ બાબા રામદેવનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાબા કહી રહ્યા છે કે કોઈનાં બાપની તાકાત નથી કે તેમને પકડી શકે. જો કે આ વીડિયો એકદમ જૂની હોવાનું રહ્યુ છે.

kalmukho str 26 રામદેવની મુશ્કેલીમાં વધારો, 1 જૂને દેશભરમાં ડૉક્ટરો નોંધાવશે બ્લેક ડે પ્રોટેસ્ટ