Not Set/ લો બોલો એક ઉધારીએ એટલું ઉધાર માંગ્યું કે વેપારીઓને ધંધા રોજગાર બંધ રાખી કરવી પડી રેલી

ભાવનગર ઘણીવાર રેલી લોકો ત્યારે નીકાળે છે કે, સરકાર તેમની વાતોને માન ના આપતી હોય. ન્યાય મેળવવા માટે જયારે કોઈ રસ્તા ના મળે ત્યારે રેલી કાઢીને લોકો રોષ ઠાલવે છે, પણ ભાવનગરના વેપારીઓને રેલી કાઢવા માટે એટલા મજબુર બન્યા કે એક ઉધારીએ ઉધાર માંગી માંગીને વેપારીને હેરાન પરેશાન કરી મુક્યો. ભાવનગરના ફૂટવેરના હોલસેલ વેપારીઓને સણોસરા […]

Top Stories
bvsss 1 લો બોલો એક ઉધારીએ એટલું ઉધાર માંગ્યું કે વેપારીઓને ધંધા રોજગાર બંધ રાખી કરવી પડી રેલી

ભાવનગર

ઘણીવાર રેલી લોકો ત્યારે નીકાળે છે કે, સરકાર તેમની વાતોને માન ના આપતી હોય. ન્યાય મેળવવા માટે જયારે કોઈ રસ્તા ના મળે ત્યારે રેલી કાઢીને લોકો રોષ ઠાલવે છે, પણ ભાવનગરના વેપારીઓને રેલી કાઢવા માટે એટલા મજબુર બન્યા કે એક ઉધારીએ ઉધાર માંગી માંગીને વેપારીને હેરાન પરેશાન કરી મુક્યો.

ભાવનગરના ફૂટવેરના હોલસેલ વેપારીઓને સણોસરા ગામે ફૂટવેરની દુકાન ધરાવતો ભરત ગોહિલ નામનો વેપારી ઉધાર માલ લઇ જઈ રૂપિયા ના આપી તેમજ વધુ ઉધાર માલ આપવા દાદાગીરી કરતો હોય અને જેમાં તેણે થોડા દિવસ પહેલા અનેક વેપારીઓને ત્યાં સેલટેક્ષની રેડ પણ કરાવી હોય ત્યારે આ બાબતે રોષે ભરાયેલા વેપારીઓ દ્વારા આજે પોતાના ધંધા રોજગાર બંધ રાખી રેલી કાઢી સેલટેક્ષ અધિકારી તેમજ પોલીસ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી.

bvssssss લો બોલો એક ઉધારીએ એટલું ઉધાર માંગ્યું કે વેપારીઓને ધંધા રોજગાર બંધ રાખી કરવી પડી રેલી

ભાવનગરના હોલસેલ ફૂટવેરના વેપારીઓને છેલ્લા ઘણા સમયથી સણોસરા ગામે હાર્દિક ફૂટવેર નામની દુકાન ધરાવતો ભરત ગોહિલ નામનો વેપારી દાદાગીરી કરી તેમની પાસેથી ઉધાર માલ લઇ જઈ અને રૂપિયા પણ આપતો ના હોય ઉપરથી વધુ બાકી માલ આપવા દાદાગીરી કરતો.

bvssssssss લો બોલો એક ઉધારીએ એટલું ઉધાર માંગ્યું કે વેપારીઓને ધંધા રોજગાર બંધ રાખી કરવી પડી રેલી

ત્યારે આવા સંજોગોમાં જ સેલટેક્ષની રેડ પણ ફૂટવેરના વેપારીઓને ત્યાં પડી અને તેમાં ભરત ગોહિલે કહ્યું હતું કે આ રેડ તેમણે જ પડાવી છે ત્યારે આવી દાદાગીરીથી ત્રસ્ત ફૂટવેરના વેપારીઓએ આજે પોતાના ધંધા રોજગાર બંધ રાખી રેલી કાઢી સેલટેક્ષ ઓફિસરને તેમજ પોલીસ અધિકારીને રજૂઆત સાથે આવેદન પાઠવ્યું હતું અને આવા ત્રાસ આપતા વ્યક્તિથી મુક્તિની માંગ કરી હતી.

bvsssssssssssssss લો બોલો એક ઉધારીએ એટલું ઉધાર માંગ્યું કે વેપારીઓને ધંધા રોજગાર બંધ રાખી કરવી પડી રેલી

ભરત ગોહિલ નામનો વેપારી દારુપીને ફરતો હોય ત્યારે ગંગાજળિયા પોલીસે તેની અટકાયત કરી હતી તેવામાં જ ફૂટવેરના વેપારીઓ દ્વારા આવી ફરિયાદ કરતા હાલ આ વેપારી પોલીસ કસ્ટડીમાં છે અને આજની રજૂઆત બાદ તેની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે .

ભાવનગરના હોલસેલ ફૂટવેરના વેપારીઓ કઈક પોતાના વેપારમાં ખોટું કરી રહ્યાની પુરતી માહિતી ભરત ગોહિલ પાસે હોય જેમાં વેપારીઓ એક બીજાના ટીન નંબરનો ઉપયોગ કરતા હોય એવી બાબત લોકોમાં ચર્ચાય રહી છે ત્યારે સેલટેક્ષના અધિકારીઓ સાથે આ વ્યક્તિને શું સાંઠગાંઠ છે તે તો જોવું રહ્યું .