Not Set/ બંગાળના પૂર્વ સીએમ બુદ્ધદેવ ભટ્ટાચાર્ય હોસ્પિટલમાં દાખલ, મમતાએ લીધી મુલાકાત

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 75 વર્ષીય બુદ્ધદેવને કોલકાતાની વુડલેન્ડ્સ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 75 વર્ષીય બુદ્ધદેવને કોલકાતાની વુડલેન્ડ્સ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  હોસ્પિટલના અધિકારીના જણાવ્યા અનુસાર તેમનું […]

India
budhdhcev બંગાળના પૂર્વ સીએમ બુદ્ધદેવ ભટ્ટાચાર્ય હોસ્પિટલમાં દાખલ, મમતાએ લીધી મુલાકાત

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 75 વર્ષીય બુદ્ધદેવને કોલકાતાની વુડલેન્ડ્સ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 75 વર્ષીય બુદ્ધદેવને કોલકાતાની વુડલેન્ડ્સ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  હોસ્પિટલના અધિકારીના જણાવ્યા અનુસાર તેમનું બ્લડ પ્રેશર નોંધપાત્ર રીતે ઓછું થયું હતું.

અધિકારીએ કહ્યું, ‘ભટ્ટાચાર્યને શુક્રવારે રાત્રે 8 વાગ્યા પછી અમારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. અમે તેમની સારવાર આઈસીયુમાં કરી રહ્યા છીએ. તેમણે બપોરે શ્વાસ લેવામાં તકલીફ ની ફરિયાદ કરી હતી અને તેનું બ્લડ પ્રેશર ચિંતાજનક પરિસ્થિતિમાં આવી ગયું હતું.

ભટ્ટાચાર્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના સમાચાર મળતા જ મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને તેમની સ્થિતિ વિશે ડોકટરો પાસેથી માહિતી લીધી.

ભટ્ટાચાર્ય છેલ્લા કેટલાક સમયથી ક્રોનિક ઓબ્સટ્રેકટિવ પલ્મોનરી રોગ (સીઓપીડી) થી પીડિત હતા. તેઓ 2000 થી 2011 સુધી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.