ચૂંટણી/ કોલકાતામાં કોર્પોરેશનની ચૂંટણીમાં મમતાનો જાદુ બરકરાર, 114 વોર્ડમાં આગળ…

કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે અને પ્રારંભિક પરિણામ દર્શાવે છે કે રાજ્યમાં મમતા બેનર્જીનો જાદુ બરકરાર છે.

Top Stories India
MAMTA1234 કોલકાતામાં કોર્પોરેશનની ચૂંટણીમાં મમતાનો જાદુ બરકરાર, 114 વોર્ડમાં આગળ...

કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે અને પ્રારંભિક પરિણામ દર્શાવે છે કે રાજ્યમાં મમતા બેનર્જીનો જાદુ બરકરાર છે. આજે ચૂંટણી બાદ યોજાનારી મતગણતરી માટે સુરક્ષા દળો દ્વારા અહીં ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે મતગણતરી કેન્દ્રના 200 મીટરના વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.ચૂંટણીમાં હાલ 114 બેઠક પર TMC આગળ ચાલી રહી છે.

મતગણતરી કેન્દ્રોમાં સમાન સંખ્યામાં કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે જેમણે રસીના બંને ડોઝ લીધા છે. તમને જણાવી દઈએ કે કોલકાતામાં 19 ડિસેમ્બરે મ્યુનિસિપલ ચૂંટણી યોજાઈ હતી, જેમાં 64 ટકા મતદાન નોંધાયું હતું. આજે મતગણતરી બાદ ખબર પડશે કે તૃણમૂલ કોંગ્રેસ મહાનગરપાલિકાની બેઠકો પર પોતાની પકડ જાળવી રાખે છે કે પછી તેને ઝટકો લાગે છે.

CPI(M) ના ઉમેદવારે સોમવારે કોલકાતા હાઈકોર્ટમાં રવિવારે યોજાયેલી કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC)ની ચૂંટણીને રદ કરવાની વિનંતી કરતી અરજી દાખલ કરી હતી. ઉમેદવારે ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના સમર્થકો દ્વારા હિંસાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ ભાજપે બેન્ચને ચૂંટણી દરમિયાન થયેલી હિંસાના પુરાવા આપવાની પરવાનગી માંગતી બીજી અરજી દાખલ કરી છે.

તૃણમૂલ કોંગ્રેસની લીડ હવે વધીને 114 સીટો પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી 144 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ 2 બેઠકો પર આગળ છે. આ સિવાય સીપીએમ અને કોંગ્રેસને પણ માત્ર બે સીટો પર જ સરસાઈ જોવા મળી રહી છે.

અત્યાર સુધીના ટ્રેન્ડમાં તૃણમૂલ કોંગ્રેસ 99 વોર્ડમાં આગળ છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતી શકનાર કોંગ્રેસની હાલત આ ચૂંટણીમાં પણ એવી જ જોવા મળી રહી છે. સીપીઆઈએમ અને ભાજપ હાલમાં બે-બે સીટ પર આગળ છે.

તૃણમૂલ કોંગ્રેસ 144 વોર્ડમાંથી છ વોર્ડમાં આગળ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. રાજ્ય ચૂંટણી પંચના એક અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રારંભિક વલણોમાં, TMC છ વોર્ડમાં આગળ છે.