Not Set/ પુત્રી પેદા થતાં પતિએ આપી દીધાં ત્રિપલ તલાક

શામલી, યુપી દેશની સર્વોચ્ચ અદાલતે ભલે ત્રિપલ તલાક પર પ્રતિબંધ મુક્યો હોય,પરંતું દેશમાં હજુ પણ મુસ્લીમ મહિલાઓ આ સમસ્યાનો સામનો કરી રહી છે. ત્રિપલ તલાકનો એક મામલો ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યો છે જેમાં એક મુસ્લીમ મહિલાને તેના પતિએ એટલે તલાક આપી દીધા હતા કેમ કે તેણે બાળકીને જન્મ આપ્યો હતો. પુત્રની ઇચ્છા રાખનારા પતિએ પત્નિને […]

Top Stories
UP triple talaq પુત્રી પેદા થતાં પતિએ આપી દીધાં ત્રિપલ તલાક

શામલી, યુપી

દેશની સર્વોચ્ચ અદાલતે ભલે ત્રિપલ તલાક પર પ્રતિબંધ મુક્યો હોય,પરંતું દેશમાં હજુ પણ મુસ્લીમ મહિલાઓ આ સમસ્યાનો સામનો કરી રહી છે. ત્રિપલ તલાકનો એક મામલો ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યો છે જેમાં એક મુસ્લીમ મહિલાને તેના પતિએ એટલે તલાક આપી દીધા હતા કેમ કે તેણે બાળકીને જન્મ આપ્યો હતો. પુત્રની ઇચ્છા રાખનારા પતિએ પત્નિને પુત્રી અવતરતા ત્રણ તલાક આપી દીધા હતા.

ઉત્તરપ્રદેશના શામલી જીલ્લામાં બનેલા આ બનાવમાં પત્નિનો આરોપ છે કે તેને પુત્રી જન્મતા પતિએ તેની સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું હતું.પતિ તેને ગાળો બોલતો હતો અને પીયરમાંથી રૂપિયા અને બાઇક લાવી આપવાની માંગણી કરતો હતો.

પત્નિએ પતિની વાત ના માનતા તેણે ત્રિપલ તલાક આપી દીધા હતા.

હવે પીડીત મહિલાએ પોતાની ફરિયાદ પોલિસ સ્ટેશનમાં આપી છે. શામલીના એસપી શ્લોક કુમાર કહે છે કે અમે મહિલાની ફરિયાદ પછી આ મામલે એફઆઇઆર નોંધી છે. ત્રિપલ તલાક આપવા ગેરકાનુની હોવાથી અમે આ મામલાની પુરી તપાસ કરી રહ્યાં છીએ.

ઉલ્લેખનીય છે કે, યુપીના બરેલીમાં આવો એક મામલો સામે આવ્યો હતો જેમાં મુસ્લીમ મહિલાને લગ્ન પછી બે વર્ષ બાદ પણ બાળકો નહીં થતાં તેના પતિએ તેને ત્રિપલ તલાક આપ્યાં હતા.