Not Set/ સૌરાષ્ટ્રમાં અનારાધાર વરસાદ,એનડીઆરએફની ટીમો એલર્ટ પર, રસ્તાઓ બંધ,બ્રીજ તુટ્યો,હજારો ફસાયા

  રાજકોટ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આફત સતત બે દિવસથી ચાલુ રહી છે.ગીર સોમનાથ અને ભાવનગરમાં સતત ચાલુ રહેલાં વરસાદને કારણે એનડીઆરએફની ટીમોને બચાવ કામગીરી માટે એલર્ટ કરવામાં આવી છે.રાજ્યમાં સતત વરસાદને પગલે 26 લોકોના મોત થયાં છે,જ્યારે 110 પશુઓના મોત થયાં છે.ભારે વરસાદને કારણે 129 રસ્તાઓ બંધ થઇ ગયાં છે,જેમાં 5 સ્ટેટ હાઇવે અને 124 […]

Top Stories
junagdh ozat bidge સૌરાષ્ટ્રમાં અનારાધાર વરસાદ,એનડીઆરએફની ટીમો એલર્ટ પર, રસ્તાઓ બંધ,બ્રીજ તુટ્યો,હજારો ફસાયા

 

રાજકોટ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આફત સતત બે દિવસથી ચાલુ રહી છે.ગીર સોમનાથ અને ભાવનગરમાં સતત ચાલુ રહેલાં વરસાદને કારણે એનડીઆરએફની ટીમોને બચાવ કામગીરી માટે એલર્ટ કરવામાં આવી છે.રાજ્યમાં સતત વરસાદને પગલે 26 લોકોના મોત થયાં છે,જ્યારે 110 પશુઓના મોત થયાં છે.ભારે વરસાદને કારણે 129 રસ્તાઓ બંધ થઇ ગયાં છે,જેમાં 5 સ્ટેટ હાઇવે અને 124 લોકલ હાઇવે બંધ થઇ ગયા છે.

અહીં વરસાદને કારણે થયેલી તારાજીનું અપડેટ આપવામાં આવ્યું છે.

  • જુનાગઢ: ભારે વરસાદથી જળબંબાકાર
  • જુનાગઢ: ગિરનાર પર્વત પર મૂશળધાર વરસાદ ચાલુ છે.
  • જુનાગઢ: મંદિરના પગથિયાં પર પાણી-પાણી થઇ ગયા છે.
  • રવિવારે જુનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો તેવામાં વંથલી અને સુખપુર વચ્ચેનો પુલ ધારાશાયી થયો છે. ભારે વરસાદના કારણે ઓઝત નદીમાં ઘોડાપુર આવતા નદી પરનો આ પુલ રવિવારે ધરાશાયી થયો હતો. પુલ તૂટી જવાથી વંથલી અને સુખપુર વચ્ચેનો રસ્તો બંધ થયો છે. જેના પગલે આ પુલ ઉપરથી થતાં વાહનવ્યવહાર પણ ઠપ થયો છે.
  • ગીર સોમનાથ: ભારે વરસાદથી હિરણ-2 ડેમ છલકાયો છે અને ડેમના બે દરવાજા અડધો ફૂટ ખોલાયા છે.
  • ગીર સોમનાથ:પૂરની સંભાવનાના કારણે ગામો કરાયા સાવચેત કરાયાં.
  • ગીર સોમનાથ જિલ્લામાં એકધારો ચાર દિવસથી વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઇ છે. વડોદરા ડોડીયા ગામ બેટમાં ફરેવાયુ છે 300 જેટલા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અનેક લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે જેના કારણે લોકોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
  • મેંદરડા તાલુકાની દાત્રાણ ગામે નદીમાં પૂરમાં ફસાયેલા 41 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. છેલ્લા 2થી 3 દિવસથી ભારે વરસાદના કારણે દાત્રાણ ગામે રહેતા 41 લોકો પાણી વચ્ચે ફસાયા હતા. ઘટનાની જાણ તંત્રને થતા તાલુકા વિકાસ અધિકારી.સરપંચ સહિત એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દિલધડક રેક્યુ ઓપરેશન હાથ ધરી તમામ લોકોને બચાવી લેવાયા હતા.મેંદરડાના માલીયા ગામાના 100 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં.