Not Set/ અમદાવાદ/ શેરબજારમાં લાઇસન્સ વિનાં ટ્રેડિંગ કરતા યુવકની ધરપકડ

શેરબજારમાં લાઇસન્સ વિનાં ટ્રેડિંગ કરતા યુવકની ધરપકડ સેટેલાઇટ પોલીસે જય બ્રહ્મભટ્ટ નામનાં યુવકની કરી ધરપકડ મેટા ટ્રેડર્સ મોબાઇલ એપ્લીકેશન મારફતે કર્યુ હતુ ટ્રેડિંગ અમદાવાદમાં સ્ટોક એક્સચેન્જના કોઈ પણ પ્રકારના લાઇસન્સ લીધા વિના શેરની લે વેચ કરતા યુવકની સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી હતી. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહેતો અને કોલેજમાં ટીબાયબીકોમનો અભ્યાસ કરતા જય બ્રહ્મભટ્ટ પોતાના મોબાઈલમાં […]

Top Stories Ahmedabad Gujarat
caa 7 અમદાવાદ/ શેરબજારમાં લાઇસન્સ વિનાં ટ્રેડિંગ કરતા યુવકની ધરપકડ

શેરબજારમાં લાઇસન્સ વિનાં ટ્રેડિંગ કરતા યુવકની ધરપકડ

સેટેલાઇટ પોલીસે જય બ્રહ્મભટ્ટ નામનાં યુવકની કરી ધરપકડ

મેટા ટ્રેડર્સ મોબાઇલ એપ્લીકેશન મારફતે કર્યુ હતુ ટ્રેડિંગ

અમદાવાદમાં સ્ટોક એક્સચેન્જના કોઈ પણ પ્રકારના લાઇસન્સ લીધા વિના શેરની લે વેચ કરતા યુવકની સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી હતી. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહેતો અને કોલેજમાં ટીબાયબીકોમનો અભ્યાસ કરતા જય બ્રહ્મભટ્ટ પોતાના મોબાઈલમાં મેટા ટ્રેડર્સ-5 નામની એપ્લિકેશન દ્વારા શેરની લે વેચ કરતો હોવાનું સામે આવ્યું છે.

તેમજ હવાલા દ્વારા સોદાના શેરના ભાવના વધઘટથી થતા નફા અને નુકસાનના હિસાબો કરીને ભારત સરકારને ટેક્સ ન આપીને આર્થિક નુકસાન પહોંચાડી સરકાર સાથે છેતરપીંડી અને ઠગાઈ કરીને સેબીના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું ખુલ્યું છે. સેટેલાઇટ પોલીસે આરોપી જય બ્રહ્મભટ્ટની ધરપકડ કરી હતી.

પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપી યુવકે મોબાઈલ એપ્લિકેશન દ્વારા મોટી રકમના શેરની લે વેચ કરી છે, ત્યારે આ યુવક કેટલા સમયથી આ એપ્લિકેશન દ્વારા આ રીતે સરકાર સાથે છેતરપીંડી આચરતો હતો અને તેની સાથે અન્ય કોણ કોણ વ્યક્તિઓ સામેલ છે, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ મેટા ટ્રેડર્સ નામની જે એપ્લિકેશનનો ઉપયોગ આ યુવક કરતો હતો તે એપ્લિકેશન કાયદેસરની છે કે કેમ તે અંગે પણ સેટેલાઇટ પોલીસે તપાસ હાથ ધરી છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.