Not Set/ રામ રાખે તેને કોણ ચાખે/ યુવક રેલવે ઓવરબ્રિજ પરથી નદીમાં પડ્યો અને પીલ્લર પર અટક્યો ….

અમદાવાદના ડી-કેબિન વિસ્તારથી કાલુપુર રેલવે સ્ટેશન જવા નીકળેલો યુવક મોડી રાતે સાબરમતી કેશવનગર રેલવે ઓવરબ્રિજ પરથી નદીમાં પડેલા 18 વર્ષના યુવકે આખી રાત સાબરમતી નદીની વચ્ચે પિલ્લર પર વિતાવી હતી.  વહેલી સવારે રિવરફ્રન્ટના સિક્યુરિટી ગાર્ડે નદીમાં પીલ્લર પર યુવકને જોતા ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ બોટે નદીમાં વચ્ચે પહોંચી યુવકને બચાવ્યો હતો. પ્રપાત માહિતી […]

Ahmedabad Gujarat
અમદાવાદ રામ રાખે તેને કોણ ચાખે/ યુવક રેલવે ઓવરબ્રિજ પરથી નદીમાં પડ્યો અને પીલ્લર પર અટક્યો ....

અમદાવાદના ડી-કેબિન વિસ્તારથી કાલુપુર રેલવે સ્ટેશન જવા નીકળેલો યુવક મોડી રાતે સાબરમતી કેશવનગર રેલવે ઓવરબ્રિજ પરથી નદીમાં પડેલા 18 વર્ષના યુવકે આખી રાત સાબરમતી નદીની વચ્ચે પિલ્લર પર વિતાવી હતી.  વહેલી સવારે રિવરફ્રન્ટના સિક્યુરિટી ગાર્ડે નદીમાં પીલ્લર પર યુવકને જોતા ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ બોટે નદીમાં વચ્ચે પહોંચી યુવકને બચાવ્યો હતો.

પ્રપાત માહિતી અનુસાર, મૂળ મુંબઈનો રહેવાસી અને હાલમાં સાબરમતી ડી-કેબિન વિસ્તારમાં પોતાના નાનાના ઘરે આવેલો 18 વર્ષનો અર્જુન નામનો યુવક ગઈકાલે રાતે 10 વાગ્યે ડી-કેબિનથી મુંબઈ જવા નીકળ્યો હતો. ચાલતો ચાલતો કાલુપુર રેલવે સ્ટેશન જતો હતો. મોડી રાતે 12.30ની આસપાસ કેશવનગર રેલવે ઓવરબ્રિજ પરથી ચાલતો જતો હતો, ત્યારે બાજુમાંથી ટ્રેન નીકળી હતી. ટ્રેનની વ્હિસલ સાંભળી ડરી જતાં પગ લપસી ગયો હતો અને સાબરમતી નદીમાં પડ્યો હતો. નદીમાં પડતા જ તેણે જીવ બચાવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. ધીરે ધીરે તે બ્રિજના પિલ્લર સુધી પહોંચી ગયો હતો. બ્રિજના પિલ્લર પર ચડી જઈ તેણે પોતાનો જીવ બચાવી લીધો હતો.

બ્રિજની વચ્ચે આવેલા પિલ્લર પરથી તેણે મદદ માટે અનેક બુમો પાડી હતી. પરંતુ મોડી રાત હોવાથી કોઈએ તેની બુમો સાંભળી ન હતી. અંતે થાકી હારીને આખી રાત પલળેલો ઠંડીમાં નદીના  પિલ્લર પર બેસી રહ્યો હતો. તેનો ફોન પણ પલળી ગયો હોવાથી બંધ થઈ ગયો હતો. જેથી કોઈની મદદ પણ માંગી શક્યો ન હતો.

સવારે 6.46 વાગ્યે અજવાળું થતાં રિવરફ્રન્ટના સિક્યુરિટી ગાર્ડે પિલલર પર યુવકને જોઈ બ્રિજ ઉપર જઇ તેને પૂછ્યું હતું. પોતે બ્રિજ પરથી પડી ગયો હોવાનું કહેતા સિક્યુરિટી ગાર્ડે ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ બોટની ટીમે નદીમાં જઈને યુવકને સહી સલામત બહાર કાઢ્યો હતો. અને રિવરફ્રન્ટ પોલીસને સોંપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.