Tunnel/ 165 વર્ષ જુની સુરંગમાં ઘુસ્યા પછી ફસાયો માણસ

વીડિયો જોઈને લોકોનો પરસેવો છુટી ગયો

Top Stories World
Beginners guide to 2024 05 12T195243.483 165 વર્ષ જુની સુરંગમાં ઘુસ્યા પછી ફસાયો માણસ

World News : વિડિયોની શરૂઆતમાં, એક સંશોધક ખડકો અને રેતીથી ભરેલી નાની ટનલમાં ઉતરતો જોવા મળે છે. તે ધીમે ધીમે આગળ વધે છે. આ ટનલ એકદમ સાંકડી લાગે છે. તે એટલું નાનું છે કે વ્યક્તિને ક્યારેક એવું લાગે છે કે તે અંદર જ ફસાઈ જશે.

સાહસના નામે લોકો કંઈપણ ખતરનાક કામ કરતા અચકાતા નથી. આવા જ એક સાહસમાં વૂડિયોમાં એક શખ્સ સુંરંગની અંદર જતો જોઈ શકાય છે. જગ્યા એટલી નાની છે કે એવું લાગે કે આ શખ્સ અંદર ફસાઈ ગયો છે. આ વિડીયોને સોશિયલ મિડીયા પ્લેટફોર્ન ઈન્સ્ટાગ્રામ પર undergroundbirmingham ના નામના એકાઉન્ટથી શેર કરાયો છે. તેને અત્યારસુધીમાં 66 હજારથી વધુ લોકોએ જોયો છે.

વીડીયોની શરૂઆતમાં એક શખ્સ નાની સુરંગમાં ઉતરતો દેખાય છે. સુંગ એકદમ સાંકડી દેખાય છે. જેને કારણે આ શખ્સ ફસાઈ જશે એવું લાગે છે.  તેનું શરીર અંદર ફસાયેલું હોવાનું દેખાય પણ છે. તે પોતાના જીવને ખતરામાં નાંખીને સતત આગળ વધે છે. જોકે તેને બહાર નીકળવામાં સફળતા પણ મળે છે.

હેડલેમ્પનો ઉપયોગ કરીને આ શખ્સ સુરંગના અંદરના ભાગવે દર્શાવે છે. જેમાં પાકા કોંક્રીટ અને ઈંટોની દિવાલ દેખાય છે. તે તેને ખૂબ જુની કોલસાની ખામ  હોવાનું જણાવે છે. આ સુંગ અંદાજે 165 વર્ષ જૂની છે. 1860ના દસકામાં તેને બનાવવામાં આવી હતી. વીડિયો દ્વારા  તે અંદરની ઉંડાઈ પણ બતાવે છે. ઘણીવાર લોકોને એમ લાગે છે કે આ શખ્સ સુંરગમાં ફસાઈ ગયો છે.

કોઈપણ સુંરંગ કે ગુંફામાં જવું ખતરનાક હોય છે.  જેમાં ગુંફા ધસી પડવી તથા ઝેરી ગેસના ભંડાર અને પૂરનો ખતરો હોઈ શકે છે. સોશિયલ મિડીયા પર કોમ્નેટ કરતા એક યુઝરે લખ્યું કે મને તો જોઈને જ બેચેની થાય છે. અન્ય એક યુઝર લખે છે કે તેને જોઈને મારા શ્વાસ વધી જાય છે. એ લોકોને ધન્યવાદ આપું છું જેની પાસે મનોવૈજ્ઞાનિક નિયંત્રણ અને શાંતિ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃબે દાયકામાં સૌથી શક્તિશાળી સૌર વાવાઝોડું પૃથ્વી પર ટકરાયુ