Order/ સરકારી સંસ્થાનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સની નિયુક્તિ ફરજીયાત, આવો કર્યો સરકારે આદેશ

રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ નિર્ણયનાં કારણે રાજ્યમાં સરકારી અને ખાસ કરીને સહકારી સંસ્થાનો,

Top Stories Gujarat Others
More five TP scheme Approval of Ahmedabad, Final Notification of GDCR Approved

રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ નિર્ણયનાં કારણે રાજ્યમાં સરકારી અને ખાસ કરીને સહકારી સંસ્થાનો, મંડળી સહિતના સંસ્થનોમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને સરકારી અધિકારી-કર્મચારી અને ઉચ્ચ સ્થાને બીરાજતા લોકો વચ્ચે સાઠગાંઠ દ્વારા થતી કરોડોની ઉચ્ચાપત પર કસીને લગામ લગાવી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, GLDC થી લઇને કેબિનેટમંત્રી ઇશ્વર પરમારનાં ભૂતિયા વિદ્યાર્થીઓને સહાય કૌભાંડ મુદ્દે ACB તપાસ કરી રહી હતી.  તપાસ બાદ સરકારી કંપનીઓમાં ઓડિટર – કર્મચારી અને અધિકારીઓનાં મેળાપીપણા થી કૌભાંડ થયા હોવાનું સામે આવ્યું હતું. આ મામલાને લઇને  ACBના વડા કેશવ કુમારએ રાજ્ય સરકારને પત્ર લખયો હતો.

ACBના વડા કેશવ કુમારએ રાજ્ય સરકારને પત્રમાં ઓડિટરની નિમણૂંકમાં ગેરરિતી, તેમજ મોટા ભાગનાં કેસમાં પ્રી-ઓડીટ કરીને નાણાં ઓળવી જવાનો ખુલાસો કરાયો હતો. ACBના વડાનાં પત્ર અને તપાસમાં સામે આવેલી ચોંકવનારી વિગતોને ધ્યાનમાં રાખી ગુજરાતની સંવેદનશીલ કહેવાતી રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

સરકારે શું લીધો નિર્ણ

ગુજરાત રાજ્યનાં વિવિધ બોર્ડ, કોર્પોરેશન, શહેરી વિકાસ સત્તામંડળો, વિવિધ સરકારી કચેરીઓ, સંસ્થાઓ અને ટ્રસ્ટમાં ઓડિટની કામગીરી માટે શરતો અને સ્કોપ ઓફ વર્ક પ્રમાણે ચાર્ટર્ડ એકાઉન્ટન્સની નિયુક્તિ ફરજીયાત કરવા ગુજરાત સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

આપને જણાવી દઇએ કે, ગુજરાત સરકાર વતી ગુજરાત રાજ્યનાં નાણાં વિભાગનાં અધિક મુખ્ય સચિવ પંકજ જોષી દ્રારા આ આદેશ આપ્યો છે. સરકારી કંપનીઓમાં કામ કરતાં ઓડિટરોની જવાબદારી રાજ્યનાં નાણા વિભાગે સ્પષ્ટ કરી છે.

કઇ રીતે ગાળિયો કસાશે ? :

૧) ઓડિટ વિષયક કામગીરી તેમજ ઓડિટર દ્વારા કરવામાં આવેલા રિપોર્ટીંગમાં કોઇ ક્ષતિ અથવા ખામીઓ જણાય તો તેને ધ્યાને લઇ જે તે સરકારી સંસ્થાએ ગેરરીતિ સંદર્ભે વિવિધ પગલાં લેવાના રહેશે.
૨) આ પગલાંમાં ઓડિટ ફીમાં કપાત હોઇ શકે છે.
૩) ફી જપ્તી કરી શકાશે.
૪) પેનલ્ટી કે નુકશાન વસૂલી શકાશે.
૫) નિયુક્તિ રદ કે ઓડિટ કામગીરી સ્થગિત કરી શકાશે.
૬) જે તે સંસ્થા ઓડિટરને બ્લેકલિસ્ટ તેમજ તેને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં પણ લઇ શકશે.
૭) ગેરરીતિ બદલ ઓડિટર સામે ફોજદારી કેસ સહિતના શિક્ષાત્મક પગલાં પણ લઇ શકાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…