#TokyoOlympic2021/ મનિકા બત્રાએ ટોક્યોમાં ઈતિહાસ રચ્યો, હવે કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી

ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TTFI) મનિકા બત્રાને કારણ બતાવો નોટિસ (Show cause notice) પાઠવવા જઈ રહી છે. મનિકાને જવાબ આપવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

Top Stories Sports
મનિકા

ટોક્યો ઓલિમ્પિક્સમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ તેની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TTFI) મનિકા બત્રાને કારણ બતાવો નોટિસ (Show cause notice) પાઠવવા જઈ રહી છે. મનિકાને જવાબ આપવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો – Tokyo Olympic / સેમિફાઇનલમાં ભારતીય મહિલા હોકી ટીમની હાર, હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે મુકાબલો

આપને જણાવી દઇએ કે, મનિકા બત્રાએ ઓલિમ્પિકમાં તેના કોચનું માર્ગદર્શન લેવાનો ઇનકાર કર્યો હતો. મનિકાએ કોચની મદદ વગર પોતાની મેચ રમી અને ક્વાર્ટર ફાઇનલ સુધીની મુસાફરી કરી હતી. TTFI આ બાબતે બત્રાથી નારાજ છે. ટીટીએફઆઈનાં સચિવ અરુણ બેનર્જીએ એએનઆઈને જણાવ્યું હતું કે, મનિકાએ એ સમજાવવું પડશે કે તેણે રાષ્ટ્રીય કોચનું માર્ગદર્શન લેવાનો કેમ ઇનકાર કર્યો. તેમનો જવાબ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનાં ટેબલ ટેનિસ ખેલાડીઓ ઠીકઠાક પ્રદર્શન કરી રહ્યા હતા. મનિકા બત્રા અને શરથ કમલ સિંગલ્સ મેચમાં ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયા હતા. જ્યારે સુતીર્થ મુખર્જી બીજા રાઉન્ડ સુધી પહોંચ્યા હતા. જોકે, સાથિયાન પહેલા રાઉન્ડમાં જ હારી ગયા હતા.

આ પણ વાંચો – Cricket Match / ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ, ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બેટિંગનો કર્યો નિર્ણય

બેનર્જીએ જણાવ્યું કે, મનિકાને નોટિસ મોકલવામાં આવી રહી છે. જણાવી દઇએ કે, આ તમામ વિવાદ મનિકાનાં કોચ સન્મય પરાંજપેને સ્ટેડિયમમાં આવવાની પરવાનગી ન મળવાના કારણે થયો હતો. પરાંજપેને મનિકાનાં પ્રેક્ટિસ સત્ર સુધી આવવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ મેચ દરમ્યાન નહીં. આ અંગે મનિકાએ અરજી પણ કરી હતી, પરંતુ તે સ્વીકારવામાં આવી ન હોતી. તેને મેચ દરમ્યાન રાષ્ટ્રીય કોચ સૌમ્યદીપ રાયની મદદ લેવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ મનિકા બત્રાએ આમ કરવાની ના પાડી દીધી હતી. સૂત્રોનું કહેવું છે કે TTFI આ મામલામાં મનિકા વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. જોકે, આ પહેલા મનિકાનો પક્ષ લેવામાં આવશે અને તમામ સંજોગો ધ્યાનમાં લેવામાં આવશે. બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે, જો ખેલાડીઓ ફિટ અને ઉપલબ્ધ હોય તો તેમને રાષ્ટ્રીય શિબિરમાં ભાગ લેવો પડશે. ત્રણ સપ્તાહનાં ઓલિમ્પિક શિબિર દરમ્યાન મનિકાએ માત્ર ત્રણ દિવસ જ સ્પર્ધા કરી હતી, જેમાં જી સથિયાને ચેન્નઈમાં પોતાના અંગત કોચ સાથે પ્રેક્ટિસ કરવાનું પસંદ કર્યુ હતુ.