Not Set/ “મંતવ્ય ન્યૂઝ” નવો રંગ હશે… નવો અંદાઝ હશે…11 ઓક્ટોબર, ત્રણ વર્ષની સફળ સફર પૂર્ણ કરી ચોથા વર્ષમાં પ્રવેશ…

“મંતવ્ય ન્યૂઝ” નવો રંગ હશે….. નવો અંદાઝ હશે….. 11 ઓક્ટોબર, ત્રણ વર્ષની સફળ મંતવ્ય સફર પૂર્ણ કરી ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ………    સાંપ્રાત સમયમાં જ્યારે દેશનાં તમામ માધ્યમોની નિષ્ઠાને લોકો પ્રશ્નર્થ સાથે જોઇ રહ્યા છે અને લોકોમાં મીડિયા તરફનો અલગ જ દ્રષ્ટીકોણ જોવા મળી રહ્યો છે, ત્યારે પણ લોકશાહીની સાચી ચોથી જાગીરનાં પૂર્ણ માપદંડ પર […]

Top Stories
mantavya.PNG1 “મંતવ્ય ન્યૂઝ” નવો રંગ હશે... નવો અંદાઝ હશે...11 ઓક્ટોબર, ત્રણ વર્ષની સફળ સફર પૂર્ણ કરી ચોથા વર્ષમાં પ્રવેશ...

“મંતવ્ય ન્યૂઝ”

નવો રંગ હશે….. નવો અંદાઝ હશે…..

11 ઓક્ટોબર, ત્રણ વર્ષની સફળ મંતવ્ય સફર પૂર્ણ કરી ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ……… 

 

સાંપ્રાત સમયમાં જ્યારે દેશનાં તમામ માધ્યમોની નિષ્ઠાને લોકો પ્રશ્નર્થ સાથે જોઇ રહ્યા છે અને લોકોમાં મીડિયા તરફનો અલગ જ દ્રષ્ટીકોણ જોવા મળી રહ્યો છે, ત્યારે પણ લોકશાહીની સાચી ચોથી જાગીરનાં પૂર્ણ માપદંડ પર સંપૂર્ણ ખરા ઉતરે તેવા આંગણીનાં વેઢે ગણાતા માધ્યમોમાં એક નામ છે મંતવ્ય ન્યૂઝ”.

award “મંતવ્ય ન્યૂઝ” નવો રંગ હશે... નવો અંદાઝ હશે...11 ઓક્ટોબર, ત્રણ વર્ષની સફળ સફર પૂર્ણ કરી ચોથા વર્ષમાં પ્રવેશ...

“મંતવ્ય ન્યૂઝ” ન્યૂઝ ચેનલની દુનિયામાં માત્ર 3 વર્ષનું યુવા માધ્યમ કહી શકાય, પરંતુ જો સમાચાર અને તે પણ સત્ય સાથેનાં સમાચાર કે પછી કોઇની શેહ શરમ રાખ્યા વિના હકીકતો રજૂ કરનારા અને સીધા જ પ્રશ્નો રજૂ કરનારા સમાચારની વાત કરવામાં આવે તો, મંતવ્ય ન્યૂઝ વિશેનું લોકોનું મંતવ્ય નિડર માધ્યમનું છે. માધ્યમો વિશે કહેવામાં આવે છે કે, તે પહેલા એક મિશન હતું, પછી એક પ્રોફેશનમાં પરિવર્ત્યુ અને આજે એક ઇન્ડસ્ટ્રીઝ છે. પરંતુ જ્યારે વાત મંતવ્યની કરતી હોય ત્યારે આજે પણ તે મિશન છે અને કાલે પણ તે મિશન જ રહેશે.

holi “મંતવ્ય ન્યૂઝ” નવો રંગ હશે... નવો અંદાઝ હશે...11 ઓક્ટોબર, ત્રણ વર્ષની સફળ સફર પૂર્ણ કરી ચોથા વર્ષમાં પ્રવેશ...

વર્તમાન સમયમાં કોઇપણ વ્યક્તિ પોતાના મનની વાત ખુલ્લી રીતે કહી શકે અને તેનું સમાધાન પણ સાધી શકાય એ માટે મંતવ્ય ન્યૂઝ ચેનલ શરૂ કરવાનો વિચાર આવ્યો, અને આજથી ત્રણ વર્ષ અગાઉ તારીખ 11 ઓક્ટોબર – 2016ના સુવર્ણ પ્રભાતે મંતવ્ય ન્યૂઝ ચેનલનો પ્રારંભ થયો.  પુરસોત્તમ રૂપાલા અને  નરહરી અમીનના હસ્તે મંતવ્ય ન્યૂઝ ચેનલનું લોકાર્પણ થયું. લોક પ્રશ્નોને વાચા આપવા, પ્રજાના પ્રશ્નોને મંતવ્ય સ્વરૂપે રજૂ કરવા તે આ ચેનલની વિશિષ્ટતા છે. મંતવ્યરૂપી પ્રસારિત થતાં કાર્યક્રમનો હકારાત્મક પ્રતિસાદ તંત્ર સુધી પણ પ્રાપ્ત થયો છે, અને પ્રજાના પ્રશ્નોને તંત્રએ વાચા પણ આપી છે.

diwali “મંતવ્ય ન્યૂઝ” નવો રંગ હશે... નવો અંદાઝ હશે...11 ઓક્ટોબર, ત્રણ વર્ષની સફળ સફર પૂર્ણ કરી ચોથા વર્ષમાં પ્રવેશ...

 

ચેનલનાં સ્પર્ધાત્મક સમયમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરાતાં સમાચાર સત્ય અને સટિક હોય તે પણ સંપૂર્ણ કાળજી રાખવામાં આવે છે. પરિણામે ત્રણ વર્ષ પૂર્ણ થતાં દર્શકો સુધી પહોંચવામાં મંતવ્ય ન્યૂઝે સફળતા હાંસલ કરી છે. તમામ પ્રકાર પછી તે સામાજિક, રાજકીય, શૈક્ષણિક, આર્થિક, ક્રાઇમ, કોર્ટ, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક, રમત-ગમત કે શેરબજાર અને આરોગ્ય વિષયક સત્ય સમાચાર પ્રસિદ્ધ કરવા મંતવ્ય ન્યૂઝે કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

divyang 1 “મંતવ્ય ન્યૂઝ” નવો રંગ હશે... નવો અંદાઝ હશે...11 ઓક્ટોબર, ત્રણ વર્ષની સફળ સફર પૂર્ણ કરી ચોથા વર્ષમાં પ્રવેશ...

 લોક પ્રશ્નની સાથે સાથે સામાજનાં ઉત્થાનની જવાબદારીનું વહન કરતા મંતવ્ય ન્યૂઝ દ્રારા બેરોજગારોને રોજગારલક્ષી માર્ગદર્શનનાં હેતુ સાથે કરિયર-ગુરૂ અને આરોગ્યવિષયક સમસ્યા નિવારવાનાં હેતુ સાથે આરોગ્ય માટેના ખાસ કાર્યક્રમ રજૂ કરી અનોખી પહેલ શરૂ કરી. હજુ પણ મંતવ્ય ન્યૂઝ નવા-નવા વિષય સાથે લોકોને માર્ગદર્શન મળી રહે તેવા પ્રયાસ કરી રહ્યું છે.

blood donation.jpg1 “મંતવ્ય ન્યૂઝ” નવો રંગ હશે... નવો અંદાઝ હશે...11 ઓક્ટોબર, ત્રણ વર્ષની સફળ સફર પૂર્ણ કરી ચોથા વર્ષમાં પ્રવેશ...

મંતવ્ય ન્યૂઝ ચેનલ સાથે સામાજીક સેવાના કર્તવ્ય વહનનાં ભાગરૂપે મંતવ્ય ફાઉન્ડેશનની પણ રચના કરવામાં આવી છે. મંતવ્ય ફાઉન્ડેશનના નેજા હેઠળ  ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલાને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવા, તો જરૂરિયાતમંદને આર્થિક સહાય કરવી , દિપાવલી પર્વે ગરીબના ઘરમાં દિવડા પ્રગટેલાં રાખવાનાં હેતુ તેમના જીવનમાં પ્રકાશપૂંજ પાથરવા આર્થિક સહાય અને મિઠાઇ વિતરણ અને માનવજીવન બચાવવા રક્તનાં જરૂરિયાતમંદ દર્દીને રક્ત પૂરૂં પાડવા રક્તદાન શિબિર સહિતના અનેક વિવિધ સામાજીક કાર્યક્રમ પણ યોજાવામાં આવે છે. સમાજના દરેક વર્ગને ચાલવામાં માનતા મંતવ્ય ન્યૂઝ પરિવાર દ્વારા હોળીના પર્વની અમદાવાદમાં દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરાઈ હતી.

holi “મંતવ્ય ન્યૂઝ” નવો રંગ હશે... નવો અંદાઝ હશે...11 ઓક્ટોબર, ત્રણ વર્ષની સફળ સફર પૂર્ણ કરી ચોથા વર્ષમાં પ્રવેશ...

હવે જ્યારે મંતવ્ય ન્યૂઝ ચોથા વર્ષમાં પ્રવેશે છે, ત્યારે દર્શકોનો આ જ પ્રમાણે સાથ અને સહકાર સાથે આગળ વધવા આયોજન કર્યું છે. પ્રજાના પ્રશ્નોને માત્ર પ્રસારિત કરવા સુધી સીમિત નહીં, પરંતુ યોગ્ય સ્થાન સુધી લઇ જઇ પ્રશ્નનું સુખદ સમાધાન સાધવાની દિશામાં આયોજન થાય એ માટે મંતવ્ય ન્યૂઝ હંમેશા પહેલ કરતું આવ્યું છે અને કરતું રહેશે.  મંતવ્ય ન્યૂઝ ચેનલને આગળ લાવવામાં ગુજરાતના દર્શકો અને મંતવ્ય ન્યૂઝનાં શુભેચ્છકોનો આ તબક્કે આભાર માનીએ છીએ, ચોથા વર્ષના મંગલ પ્રવેશે સહકારની અપેક્ષા સહ….

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.