Politics/ પ.બંગાળ રાજ્યપાલ સાથેની સુવેન્દુ અધિકારીની બેઠકમાં ઘણા નેતાઓ ગેરહાજર, અટકળો શરૂ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર બાદ હવે ભાજપ સમક્ષ મોટો પડકાર એ છે કે તેના વિજેતા ધારાસભ્યોને કેવી રીતે તોડવાથી બચાવી શકાય.

Top Stories India
1 447 પ.બંગાળ રાજ્યપાલ સાથેની સુવેન્દુ અધિકારીની બેઠકમાં ઘણા નેતાઓ ગેરહાજર, અટકળો શરૂ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર બાદ હવે ભાજપ સમક્ષ મોટો પડકાર એ છે કે તેના વિજેતા ધારાસભ્યોને કેવી રીતે તોડવાથી બચાવી શકાય. જણાવી દઇએ કે, સુવેન્દુ અધિકારી સાથે ભાજપનાં ધારાસભ્યોની એક ટીમ રાજ્યનાં રાજ્યપાલ જગદીપ ધનખડ પાસે પહોંચી હતી. પરંતુ આ બેઠકમાં ભાજપનાં ઘણા ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. ત્યારબાદ એવી અટકળો ચાલી રહી છે કે આ ધારાસભ્યો પાર્ટી છોડી શકે છે.

રાજકારણ / કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કોંગ્રેસને NCP અને શિવસેના કરતા નબળી ગણાવી

જોકે સુવેન્દુ અધિકારી કહે છે કે, મેં તમામ ધારાસભ્યોને બોલાવ્યા છે, જેમાંથી 30 ધારાસભ્યો આવવાનાં હતા પરંતુ આજે 50 ધારાસભ્યો અમારી સાથે આવ્યા છે. આપને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં, ભાજપ 74 બેઠકો જીતી ચૂકી હતી, જેમાંથી 24 ધારાસભ્યો સુવેન્દુ અધિકારીઓ સાથે રાજ્યપાલ સુધી પહોંચ્યા ન હોતા. આવી સ્થિતિમાં અટકળો શરૂ થઈ ગઈ છે કે, ભાજપનાં ધારાસભ્યો ટીએમસી કેમ્પમાં જોડાઇ શકે છે. જણાવી દઇએ કે, સુવેન્દુ અધિકારી ભાજપ તરફથી વિધાનસભાનાં વિપક્ષી નેતા તરીકે ચૂંટાયા છે, પરંતુ પાર્ટીનાં ઘણા ધારાસભ્યો સુવેન્દુ અધિકારીને તેમના નેતા તરીકે સ્વીકારવા તૈયાર નથી. જે બાદ અટકળો તેજ થઈ છે કે આ ધારાસભ્યો ભાજપથી અલગ થઈ શકે છે. અહેવાલો અનુસાર ઘણા ધારાસભ્યો પાર્ટીમાં ખુશ નથી અને ટીએમસીનાં સંપર્કમાં છે. એવું માનવામાં આવે છે કે ભાજપનાં ઘણા ધારાસભ્યો ટીએમસીમાં જઇ શકે છે.

રાજકારણ / રામ મંદિર કૌભાંડ પર રાહુલ ગાંધીએ કહ્યુ- શ્રી રામ પોતે જ ધર્મ છે- તેમના નામે છેતરપિંડી એ અધર્મ છે!

ગયા અઠવાડિયે, ભૂતપૂર્વ ટીએમસી નેતા, જે ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા, તેઓ ફરી એક વખત ઘરે પરત ફરતા મમતા બેનર્જીની તરફ આવી ગયા હતા. મુકુલ રાય કૃષ્ણ નગર ઉત્તર બેઠક પરથી લડ્યા અને જીત્યા હતા. મુકુલ રોય પછી પાર્ટીનાં ઘણા ધારાસભ્યો ભાજપ છોડીને ટીએમસીમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે. વળી મમતા બેનર્જીએ એમ પણ કહ્યું હતું કે, જેમણે મુકુલ રોય સાથે ટીએમસી છોડી દીધી છે અને તેઓ પાર્ટીમાં પાછા આવવા માંગે છે, તેમની પાર્ટી તેનો વિચાર કરશે. ટીએમસીનો દાવો છે કે તેમની પાસે 30 ધારાસભ્યો સંપર્કમાં છે. મહત્ત્વની વાત એ છે કે સોનાલી ગુહા, દીપેન્દુ બિસ્વાએ ખુલ્લેઆમ કહ્યું હતું કે તેઓ ટીએમસીમાં પાછા ફરવા માંગે છે, એટલું જ નહીં, આ લોકોએ મમતા બેનર્જીની માફી પણ માંગી હતી.

majboor str 16 પ.બંગાળ રાજ્યપાલ સાથેની સુવેન્દુ અધિકારીની બેઠકમાં ઘણા નેતાઓ ગેરહાજર, અટકળો શરૂ