investigation/ કબૂતર બાજીનો માસ્ટર માઇન્ડ ભરત પટેલની તપાસમાં થયા અનેક ખુલાસા,જાણો

 એસએમસીએ ઝડપેલા કબૂતરબાજીનો માસ્ટર માઇન્ડ  બોબી પટેલને પુછપરછ કરતા અનેક ખુલાસાઓ સામે આવ્યા  છે

Top Stories Gujarat
Mastermind Bobby Patel
  • અમદાવાદઃ ભરત ઉર્ફે બોબી પટેલની તપાસમાં ખુલાસા
  • SMCએ ઝડપેલ કબૂતર બાજીનો માસ્ટર માઇન્ડ છે
  • 79 પાસપોર્ટ, લેપટોપ અને દસ્તાવેજો કબ્જે કર્યા
  • તપાસ દરમ્યાન 4 પાસપોર્ટ ડમી હોવાનું આવ્યું સામે
  • બોબી પટેલ સાગરીતો સાથે મળી બનાવતો ખોટા દસ્તાવેજ
  • અમદાવાદના 4 મહેસાણાના 4, મુંબઇના 3 લોકો સામે ગુન્હો
  • દિલ્હીના 5 અને અમેરિકાના 1 વ્યક્તિ સામે ગુન્હો
  • SMC એ 18 આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

  Mastermind Bobby Patel  : એસએમસીએ ઝડપેલા કબૂતરબાજીનો માસ્ટર માઇન્ડ  બોબી પટેલને પુછપરછ કરતા અનેક ખુલાસાઓ સામે આવ્યા  છે. આ ભરત પટેલ ઉર્ફે બોબી લોકોને વિદેશ મોકલવાની લાલચ આપતો અને તેમને ગેરકાયદેસર રીતે મોકલવાનો કામ કરી રહ્યો હતો.અમેરિકા સહિતના દેશોમાં ઘૂસણખોરી કરાવવાનું ઈન્ટરનેશનલ રેકેટ ચલાવતા અને ત્રણ ગુનામાં ફરાર ગાંધીનગરનો ભરત ઉર્ફે બોબી પટેલ ઝડપાતા તેની પૂછપરછ કરવામાં આવતા અનેક ખુલાસો સામે આવ્યા છે.

બોબી પટેલ (Mastermind Bobby Patel) પાસે 79 પાસપોર્ટ,લેપટોપ અને દસ્તાવેજો મળી આવ્યા છે. આ પાસપોર્ટમાં 4 ડમી પાસપોર્ટ પણ મળી આવ્યા છે. કબૂતરબાજીનો માસ્ટરમાઇન્ડ બોબી પટેલ તેના સાગરિતો સાથે મળીને કામને અંજામ આપતો હતો. આ કેસ સંબધિત અમદાવાદના 4 મહેસાણાના 4 મુંબઇના 3 લોકો સામે ગુનો નોંધવવામાં આવ્યો છે. આ ઉપરાંત દિલ્હીના પાંચ અને અમેરિકાના 1 વ્યકતિ સામે પણ ગુનો નોંદાયો છે. હાલ એસએમસીએ 18 લોકો સામે ગુનોં નોંધીને વધુ તપાૈસ હાથ ધરી છે. બોબી પટેલે અત્યાર સુધીમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે 1500 જેટલા લોકોને વિદેશમાં જવા મદદ કરી હોવાની આશંકા છે.

નોંધનીય છે કે અમેરિકામાં (america) ગેરકાયદે ઘૂસણખોરી કરાવવા મામલે અલગ અલગ રાજ્યમાં નોંધાયેલા ગુનામાં ફરાર ભરત ઉર્ફે બોબી પટેલ મૂળ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ધનપુરા ગામનો રહેવાસી છે. હાલ તે અમદાવાદના ભાડજ પાસે રહેતો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં બોબી પટેલે ઉત્તર ગુજરાતના 1500 લોકોને નકલી ઓળખપત્ર સાથે પાસપોર્ટ મેળવવામાં મદદ કરી હોવાની આશંકા છે. ડિંગુચાના જે ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં તેમને મોકલવામાં પણ બોબી પટેલ સામેલ હોવાની આશંકા છે.સ્ટેટ મોનિટરિંગ સેલે આ પહેલાં બોબી પટેલની દરિયાપુર પોલીસ સ્ટેશનમાં જુગાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. બાદમાં તેને આ કેસમાં જામીન આપ્યા બાદ તેની કબૂતરબાજીમાં ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.

Server Down/એલોન મસ્કે twitter ખરીદ્યા બાદ ત્રીજી વખત સર્વર ડાઉન,એકાઉન્ટ લોગિનમાં પણ સમસ્યા