અકસ્માત/ મહારાષ્ટ્રના રાયગઢમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ પલટી જતાં અનેક વિધાર્થીઓ ગંભીર ઇજાગ્રસ્ત

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં રવિવારે વિદ્યાર્થીઓથી ભરેલી બસ પલટી જતાં મોટો અકસ્માત થયો હતો. રાયગઢ વિસ્તારમાં 48 વિદ્યાર્થીઓને લઈ જતી બસ પલટી ગઈ હોવાના સમાચાર આવ્યા છે

Top Stories India
6 13 મહારાષ્ટ્રના રાયગઢમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ પલટી જતાં અનેક વિધાર્થીઓ ગંભીર ઇજાગ્રસ્ત

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં રવિવારે વિદ્યાર્થીઓથી ભરેલી બસ પલટી જતાં મોટો અકસ્માત થયો હતો. રાયગઢ વિસ્તારમાં 48 વિદ્યાર્થીઓને લઈ જતી બસ પલટી ગઈ હોવાના સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ બાળકો પિકનિક માટે ગયા હતા. આ અકસ્માતમાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે, કેટલાકની હાલત ગંભીર છે. વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બસ મુંબઈના ચેમ્બુરથી માવલ જવા રવાના થઈ હતી. આ બસ માવલ સ્થિત થીમ પાર્કમાં ગઈ હતી. માવલથી પરત ફરતી વખતે બસને અકસ્માત નડ્યો હતો. દુર્ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું.

તમામ ઘાયલ દર્દીઓને વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલ વિદ્યાર્થીઓને ખોપોલીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ખોપોલી પોલીસ અકસ્માતનો ભોગ બનેલા લોકોની મદદ માટે કામ કરી રહી છે.હાલ પોલીસ યુદ્વના ધોરણે બચાવ કામગીરી કરી રહી છે. આજુબાજુના લોકો પણ મદદે દોડી આવ્યા છે. હાલ કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.