શુભેચ્છા/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેને અનેક દિગ્ગજ નેતાઓએ સોશિયલ મીડિયા પર આપી શુભેચ્છા

રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે ભુપેન્દ્ર પટેલ એક સક્ષમ ધારાસભ્ય છે અને તેમના નેતૃત્વમાં ભાજપ આગામી વિધાનસભામાં જ્વલંત સફળતા મેળવશે

Top Stories
CM121 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેને અનેક દિગ્ગજ નેતાઓએ સોશિયલ મીડિયા પર આપી શુભેચ્છા

આજે ગુજરાતને નવા મુખ્યમંત્રી મળી જતાં રાજકીય અટકળોનો અંત આવ્યો હતો. નવા બનેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તમામ દિગ્ગજો તરફથી શુભેચ્છા મળી રહી છે.ભૂપેન્દ્ર પટેલ તેઓ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે. તેઓ ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે અને આનંદીબેન પટેલના નજીકના ગણાય છે. ભૂપેન્દ્ર પટેલ ઔડાના ચેરમેન રહી ચુક્યા છે અને એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચુક્યા છે.

CM VIJAY BHAI મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેને અનેક દિગ્ગજ નેતાઓએ સોશિયલ મીડિયા પર આપી શુભેચ્છા

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી. રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે ભુપેન્દ્ર પટેલ એક સક્ષમ ધારાસભ્ય છે અને તેમના નેતૃત્વમાં ભાજપ આગામી વિધાનસભામાં જ્વલંત સફળતા સાથે જીત મેળવશે

ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પેટલના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. તેમના નામની જાહેરાતની સાથે જ સોશિયલ મીડિયા પર અભિનંદનનો ધોધ વહ્યો હતો. મોટા નેતાઓથી માંડીને સામાન્ય લોકોએ ગુજરાતના નવા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને શુભેચ્છાઓ આપી હતી.

 

ભારતના ગૃહમંત્રી અમિત શાહે પણ નવા મુખ્યમંત્રીને શુભેચેછા પાઠવી હતી. આ ઉપરાંત સુબ્રમણીયમ સ્વામીએ પણ શુભેચેછા પાઠવી હતી અ્ને તેમને અભિનંદન પાઠવ્યા હતા.

આ ઉપરાંત રીલાયન્સના પરિમલ નથવાણીએ પણ તેમને શુભેચ્છા પાઠવી હતી. અને તેમને ટ્વિટર અભિનંદન આપ્યા હતાં.

Congratulations to Shri #BhupendraPatel Ji on becoming Gujarat CM. I am sure that your dedication, hard work, and compassion for the people of Gujarat will bring in a new era of growth and prosperity for the state. My best wishes are with you. @Bhupendrapbjp @CMOGuj pic.twitter.com/QgbV0Hbkgz

— Parimal Nathwani (@mpparimal) September 12, 2021

ભૂપેન્દ્ર પટેલ આનંદીબેન જૂથના સક્રિય ધારાસભ્ય છે. 2017માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. જ્યાં સૌથી વધારે લીડ સાથે તેઓ અહીંથી જીત્યા હતા. ૧.૧૭ લાખ મતોની લીડ સાથે ચૂંટણી જીત્યા હતા.