નિવેદન/ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યારે કરશે શપથગ્રહણ જાણો..

મંત્રી મંડળમાં ફેરફાર થશે કે જુના મંત્રીઓ જ યથાવત રહેશે તે અંગે કોઇપણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી.  તેઓ રાજ્યના 17માં મુખ્યમંત્રી પદના શપથ લેશે

Top Stories
a 151 નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યારે કરશે શપથગ્રહણ જાણો..

મુખ્યમંત્રી બન્યા બાદ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર માન્યો હતો.  સાથે જ શપથગ્રહણને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે.

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તેઓ આવતીકાલે જ રાજ્યના 17માં મુખ્યમંત્રી પદના શપથ લેશે. જો કે, મંત્રી મંડળમાં ફેરફાર થશે કે જુના મંત્રીઓ જ યથાવત રહેશે તે અંગે કોઇપણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. આવતીકાલે બપોરે 2.20 કલાકે તેઓ શપથગ્રહણ કરશે. તેમની શપથવિધિનો કાર્યક્રમ રાજ્યભવનમાં યોજાશે. જ્યારે આગામી બે દિવસ બાદ મંત્રીમંડળના શપથગ્રહણ થશે.

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બનાવ્યા છે.અમદાવાદના ઘાટલોડીયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે ભૂપેન્દ્ર પટેલ. આનંદીબહેન પટેલના નજદીકી સાથીદાર અને ઔડાના પૂર્વ ચેરમેન પાટીદાર સમાજનો મોટો ચહેરો પણ તેઓ છે. અમદાવાદમાં 2017ની વિધાનસભા ચૂંટણી માં આનંદી બહેનના પ્રસતાવ પર જ  ઘાટલોડિયા વિધાનસભાની બેઠક પરથી તેમને ટીકીટ મળી હતી. ઉલ્લેખનીય છે કે,  ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયા વિધાનસભાની બેઠક પૂર્વ સીએમ આનંદીબેન પટેલની બેઠક ગણાય છે. આ બેઠક પર ભાજપે ભૂપેન્દ્ર રજનીકાંત પટેલને ટિકિટ આપી હતી. જેની સામે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર શશીકાંત પટેલને ઉતાર્યા હતા. વિધાનસભામાં સૌથી વધુ મતદારો ધરાવતા આ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈને 1,17,750 મતની સરસાઈ સાથે કુલ 1,75,652 મત મેળવી વિજય મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શશીકાંત પટેલને 57,902 મત જ મળ્યાં હતા.

ઉલ્લેખનીય છે  કે ભૂપેન્દ્ર પટેલની ખાસિયત છે કે તેઓ મૃદુભાષી છે અને સૌમ્ય સ્વભાવ ધરાવે છે. તેઓ 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા હતા અને પહેલી જ ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતોથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા. તેઓ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે.