Not Set/ શેર બજારમાં તેજી, પાંચ દિવસ બાદ સેન્સેક્સની 347 પોઈન્ટની આગેકુચ,

શેર બજારમાં સેન્સેક્સ છેલ્લાં પાંચ દિવસથી નીચે જઈ રહ્યો હતો પરંતુ મંગળવારે આ સેન્સેક્સ 347 અંકના વધારા સાથે નોંધાયો હતો. બેન્કિંગ અને એફએમસીજી કંપનીઓમાં શેરનાં ખરીદ વેચાણ બાદ સેન્સેક્સમાં આ સુધારો આવ્યો હતો.બોમ્બે સ્ટોક એક્સચેન્જ 0.96% મજબુત થઈને 36,652.06 પર બંધ થયું હતું. છેલ્લાં પાંચ દિવસોમાં સેન્સેક્સ કુલ મળીને 1,785.62 પોઈન્ટ ઘટ્યો હતો. નેશનલ સ્ટોક […]

India Business
share market શેર બજારમાં તેજી, પાંચ દિવસ બાદ સેન્સેક્સની 347 પોઈન્ટની આગેકુચ,

શેર બજારમાં સેન્સેક્સ છેલ્લાં પાંચ દિવસથી નીચે જઈ રહ્યો હતો પરંતુ મંગળવારે આ સેન્સેક્સ 347 અંકના વધારા સાથે નોંધાયો હતો. બેન્કિંગ અને એફએમસીજી કંપનીઓમાં શેરનાં ખરીદ વેચાણ બાદ સેન્સેક્સમાં આ સુધારો આવ્યો હતો.બોમ્બે સ્ટોક એક્સચેન્જ 0.96% મજબુત થઈને 36,652.06 પર બંધ થયું હતું. છેલ્લાં પાંચ દિવસોમાં સેન્સેક્સ કુલ મળીને 1,785.62 પોઈન્ટ ઘટ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જનું નિફ્ટી પણ 0.91% મજબુત થઈને  11,067.45 પર પહોંચી ગયો હતો. ફાર્મા, બેન્કિંગ અને એફએમસીજી ક્ષેત્રોમાં થયેલાં શેરનાં લે-વેચનાં કારણે બજાર થોડું નરમ પડ્યું હતું. જયારે LIC નાં ચેરમેને ફંડ નહી ડુબેનો દિલાસો આપ્યો ત્યારબાદ કોટક બેંક, એક્સીસ બેંક, એસબીઆઈનાં શેરોમાં સુધારો આવ્યો.

ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ પૈસા એકઠા કરી રહ્યા છે, આ ખબરને કારણે પણ માર્કેટ મજબુત થયું. શેર બજારમાં થઇ રહેલાં ફેરફાર માટે બ્રોકરો વિવિધ કારણોને જવાબદાર ગણાવે છે. આ ઉથલ પાથલને કારણે ઇન્વેસ્ટરોનું ધ્યાન સિલેક્ટેડ કંપનીઓ પર જ હતું. એચડીએફસીનાં શેર 2.95% તેજીમાં હતા. આ ઉપરાંત ફાયદામાં રહેનારી અન્ય કંપનીઓ પણ હતી. જેમાં કોટક બેંક 2.88%, હિન્દુસ્તાન યુનીલીવર 2.72 %, મારુતિ સુઝુકી 2.66 %, સન ફાર્મા 2.58 % અને ભારતીય સ્ટેટ બેંક 2.15 % સાથે આગેકુચ કરી હતી.

આ ઉપરાંત એશિયન પેન્ટસ, ઈન્ફોસીસ, બજાજ ઓટો,ભારતીય એરટેલ, વેદાંતા, ટાટા મોટર્સના શેરનાં ભાવ પણ ઉચકાયા હતા. જયારે અમુક કંપનીઓનાં શેરનાં ભાવમાં ઘટાડો થયો હતો. યસ બેંકના શેર પ્રાઇસમાં 2.83 %  નો ઘટાડો થયો હતો. કોલ ઇન્ડિયા, ટાટા સ્ટીલ, વિપ્રો, ટીસીએસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોર્કોપ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં શેરમાં 3.07 % નો ઘટાડો થયો હતો. ડીએચએફએલનાં શેરનાં ભાવમાં હજી ઘટાડો ચાલુ જ છે અને એમાં 23.49 % નો ઘટાડો થયો છે. એશીયાઇ બજારમાં જાપાનનું નિક્કી 0.29 % વધારા સાથે નોંધાયુ હતુ અને ચીનનું શંઘાઈ કમ્પોજિટ 0.58 % તૂટ્યુ હતું.