Not Set/ શહીદ/ બાંગ્લાદેશનાં જવાનો દ્વારા કરવામાં આવ્યું ફાયરીંગ, BSFનાં જવાનની શહાદત

આમતો વર્ષેથી ભારત અને બાંગ્લાદેશની સેના વચ્ચે વાતાવરણ સુમેળ ભર્યું રહ્યું છે. પરંતુ આ વાતાવરણને ડહોળતા સમાચાર પ્રપ્ત થઇ રહ્યા છે અને પૂર્વે કદી ન બની હોય તેવી ઘટના સામે આવી રહી છે. પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર બાંગ્લાદેશની બીજીબી ટીમેની ગોળીબારીમાં એક બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)નાં જવાન શહીદ થયા હતા અને બીજા એક ઘાયલ […]

Top Stories India
pjimage 31 શહીદ/ બાંગ્લાદેશનાં જવાનો દ્વારા કરવામાં આવ્યું ફાયરીંગ, BSFનાં જવાનની શહાદત

આમતો વર્ષેથી ભારત અને બાંગ્લાદેશની સેના વચ્ચે વાતાવરણ સુમેળ ભર્યું રહ્યું છે. પરંતુ આ વાતાવરણને ડહોળતા સમાચાર પ્રપ્ત થઇ રહ્યા છે અને પૂર્વે કદી ન બની હોય તેવી ઘટના સામે આવી રહી છે. પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર બાંગ્લાદેશની બીજીબી ટીમેની ગોળીબારીમાં એક બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)નાં જવાન શહીદ થયા હતા અને બીજા એક ઘાયલ થયા હોવાનાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.

મુર્શિદાબાદ જિલ્લામાં બોર્ડર પર બની ઘટના

BSF અધિકારીઓએ આ માહિતી આપતા કહ્યું હતું કે, મુર્શિદાબાદ જિલ્લામાં બોર્ડર પર બીએસએફ પેટ્રોલીંગ ટીમ પર થયેલા ગોળીબારમાં એક હેડ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું. એવું માનવામાં આવે છે કે સરહદ પર બીએસએફ પેટ્રોલિંગ કેટલાક ગેરકાયદેસર કામોને રોકી રહ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે પ્રાથમિક માહિતી સૂચવે છે કે ફાયરિંગ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી) ના જવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.

સંબંધો ઘણા દાયકાઓથી ખૂબ સૌમ્ય

તેમણે કહ્યું કે બીએસએફના અન્ય જવાનને પણ ગોળી વાગી છે અને ગંભીર રીતે ઘયલ થયેલા છે. તેમણે કહ્યું કે બીએસએફને કમાન્ડરોની ‘ફ્લેગ મીટીંગ’ બોલાવવા કહેવામાં આવ્યું હતું અને આ બેઠક ગુરૂવાર મોડી સાધુ ચાલુ છે. બીએસએફ અને બીજીબી વચ્ચેના સંબંધો ઘણા દાયકાઓથી ખૂબ સૌમ્ય છે અને બંને સેના વચ્ચે ફાયરિંગની કોઈ ઘટના બની નથી. ત્યારે આ ઘટનાને હળવાસથી લેવામાં નહીં આવે અને તમામ યોગ્ય પગલા આ સંદર્ભમાં લેવામાં આવશે..

4,096 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ

આપને જણાવી દઇએ કે, 4,096 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરનારી બંને દળો વચ્ચેના સંબંધો ખૂબ જ સુસંગત રહ્યા છે અને દાયકાઓથી તેમની વચ્ચે કોઈ ગોળી ચલાવવામાં આવી નથી. આ ઘટના ઘર્ષણ છે અને પરિસ્થિતિ ન બગડે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય અને વિદેશી બાબતોના મંત્રાલયને બીએસએફ દ્વારા આ ઘટના વિશે  જણાવવામાં આવતાં નવી દિલ્હીની ટોચની સુરક્ષા મથકમાં ખળભળાટ મચી ગયો છે.

આવી રીતે બની ફાયરીંગની ઘટના

આ ઘટના ત્યારે બની જ્યારે બીબીજીના જવાનોએ ત્રણ ભારતીય માછીમારોને પકડ્યા હતા, જેમને બીએસએફ દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદમાં માછીમારી કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જે-કિલોમીટર પહોળા પદ્મ નદીની વચ્ચેથી પસાર થાય છે. અને તે વિસ્તારમાં ઇલસાની માછલીઓનો સમૃદ્ધ જથ્થો મળે છે. બીજીબી દ્વારા બે માછીમારોને છોડી BSFને જાણ કરવાનું કહેવામાં આવ્યું કે એક માછીમાર બીજીબીનાં કબજામાં છે.

દિલ્હી પણ ચોંકી ઉઠ્યું આ સમાચારથી

મુર્શિદાબાદ જિલ્લામાં બીએસએફની કાકમારીચાર બોર્ડર ચોકી હેઠળ સવારે 9 વાગ્યાની આસપાસ આ ઘટના બની ત્યારે આ સમસ્યા હલ કરવા ત્યા પહોંચેલા BSFના 117 મી બટાલિયનના કમાન્ડર, સબ-ઇન્સ્પેક્ટર, મોટર પર છ સભ્યોની પાર્ટી બાંગ્લાદેશી કર્મચારીઓ દ્વારા “આક્રમકતા” બતાવવામાં આવી અને તેમને ઘેરી લેવાનો પ્રયાસ સાથે પાછળથી ફાયરિંગ કરાયું બીજીબીના જવાનોએ તેની એકે 47 રાઇફલથી ફાયરિંગ કર્યુંં હતું અને ફાયરીંગમાં બીએસએફના હેડ કોન્સ્ટેબલ વિજય ભાન સિંહને તેના માથા પર ગોળી મારી હતી, જ્યારે કોન્સ્ટેબલ રાજવીર યાદવને તેના હાથમાં ગોળી વાગી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.