Auto/ Marutiની આ કાર પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ, ફેબ્રુઆરીમાં જ ખરીદવાથી મળશે ફાયદો

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયાએ વધુ ગ્રાહકોને આકર્ષવા અને તેનું વેચાણ વધારવા માટે ફેબ્રુઆરીમાં તેના વાહનો પર આકર્ષક છૂટ આપી હતી. જો તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે ઉપયોગી હોઈ શકે છે. ફેબ્રુઆરીમાં મારુતિ સુઝુકી નેક્સા કાર પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ અને ઓફર્સ વિશે જાણીએ. મારુતિ ઇગ્નિસ સૌથી […]

Tech & Auto
maruti Marutiની આ કાર પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ, ફેબ્રુઆરીમાં જ ખરીદવાથી મળશે ફાયદો

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયાએ વધુ ગ્રાહકોને આકર્ષવા અને તેનું વેચાણ વધારવા માટે ફેબ્રુઆરીમાં તેના વાહનો પર આકર્ષક છૂટ આપી હતી. જો તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે ઉપયોગી હોઈ શકે છે. ફેબ્રુઆરીમાં મારુતિ સુઝુકી નેક્સા કાર પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ અને ઓફર્સ વિશે જાણીએ.

Image result for maruti inigs

મારુતિ ઇગ્નિસ સૌથી સસ્તી કાર છે. તેનું ફેસલિફ્ટ મોડલ ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદથી કંપની તેને કોમ્પેક્ટ અર્બન એસયુવી તરીકે પ્રમોટ કરી રહી છે. ઇગ્નિસ પર 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ સાથે 15,000 રૂપિયાનું એક્સચેંજ બોનસ આપવામાં આવી રહ્યું છે. કંપની તેના પર 4000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

11,999 રુપિયામાં લોન્ચ થયો નવો ફોન, આ તારીખથી વેચાણ માટે ઉપલબ્ધ

Image result for maruti-baleno

મારુતિના પ્રીમિયમ હેચબેક બલેનો પર ફેબ્રુઆરી મહિનામાં 4500 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 4000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય કંપની દ્વારા બલેનો પર 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ આપવામાં આવી રહ્યું છે.

Image result for marut sedan

નેક્સા શો રુમમાં સેડાન મારુતિ સિયાઝ પર ફેબ્રુઆરી 2021 દરમિયાન 10,000 નું રોકડ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, તેની સાથે 20,000 રૂપિયાનું એક્સચેંજ બોનસ પણ છે. કંપની તેના પર 4000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

મારુતિMaruti XL6 15,000 ના એક્સચેન્જ બોનસ અને 4,000 રૂપિયાના કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. કંપની આ પર કોઈ કેશ ડિસ્કાઉન્ટ આપી રહી નથી. એક્સએલ 6 એ અર્ટીગા એમપીવીનું પ્રીમિયમ વર્ઝન છે.

Image result for marut ciaz

મારુતિ સુઝુકીની ફ્લેગશિપ મોડેલ એસ-ક્રોસના બેઝ સિગ્મા વેરિએન્ટ સિવાય તમામ વેરિયેન્ટ પર 15,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સિગ્મા વેરિયેન્ટ પર કંપની એક વિશેષ એક્સેસરીઝ કીટ આપી રહી છે. આ કીટનું નામ સિગ્મા પ્લસ છે અને તેની કિંમત 37 000 રુપિયા છે. એસ-ક્રોસના તમામ મોડેલો પર કંપની 20,000 રૂપિયાનું એક્સચેંજ બોનસ અને 10,000 રૂપિયાના કોર્પોરેટ ડિસ્કાઉન્ટની પણ ઓફર કરી રહી છે.