Not Set/ અદ્યતન સેફટી ફિચર્સ સાથે લોન્ચ થઈ મારૂતિની આ કાર, કિંમત માત્ર  4.31 લાખ

એપ્રિલ મહિનાથી દેશભરમાં નવા સેફટી નોર્મ્સ લાગુ કરવામાં આવ્યા છે.  જેના કારણે બધી ઓટોમોબાઇલ કંપનીઓએ પોતાના ઉત્પાદનોને અપડેટ કર્યા છે.  મારૂતિ સૂઝૂકીએ પણ  પોતાની જાણીતી કાર Celerio 2019 Celerio x ને લોન્ચ કરી છે આ બંનેમાં નવા અદ્યતન સેફટી ફિચર્સ છે. નવી કારમાં આ છે બદલાવ નવી Celerioમાં  ABC  સિસ્ટમ ઉપરાંત  ડ્રાઇવિંગ સાઇડ એર બેગ, ડ્રાઇવર તથા ફ્રંટ પેસેન્જર માટે […]

Uncategorized
celerio અદ્યતન સેફટી ફિચર્સ સાથે લોન્ચ થઈ મારૂતિની આ કાર, કિંમત માત્ર  4.31 લાખ

એપ્રિલ મહિનાથી દેશભરમાં નવા સેફટી નોર્મ્સ લાગુ કરવામાં આવ્યા છે.  જેના કારણે બધી ઓટોમોબાઇલ કંપનીઓએ પોતાના ઉત્પાદનોને અપડેટ કર્યા છે.  મારૂતિ સૂઝૂકીએ પણ  પોતાની જાણીતી કાર Celerio 2019 Celerio x ને લોન્ચ કરી છે આ બંનેમાં નવા અદ્યતન સેફટી ફિચર્સ છે.

નવી કારમાં આ છે બદલાવ

નવી Celerioમાં  ABC  સિસ્ટમ ઉપરાંત  ડ્રાઇવિંગ સાઇડ એર બેગ, ડ્રાઇવર તથા ફ્રંટ પેસેન્જર માટે સીટબેલ્ટ મોનિટર્સ અને રિયર એન્ડમાં પાર્કિંગ સેન્સર્સ જેવા ફિટર લગાવવામાં આવ્યા છે.

અહીં તમને જણાવી દઇએ કે કારમાં મિકેનિકલી કોઈ પરિવર્તન કરવામાં નથી આવ્યું. બંને નવા મોડલ 3 સિલિન્ડર 988 સીસી પેટ્રોલ એન્જિન ધરાવે છે. જે 67 બીએચપી તથા  90 એનએમ ટોર્ક જનરેટ કરે છે

તે ઉપરાંત બંને કારમાં 5 સ્પીડ મેન્યુઅલ તથા એક AMT ગિયરબોકસ પણ છે  તેની એવી આશા છે કે આ મોડલ્સ 23-32 કિલોમીટરનું માઇલેજ આપશે.

કિંમતમાં થયો વધારો

નવા સુરક્ષા પરિબળોને કારણે કારની કિંમતમાં વધારો થયો છે નવી Celerioની કિંમતમાં 3,000થી 15,000 રૂપિયા સુધીનો વધારો થયો છે. તો નવી Celerio x ની કિંમતમાં  4,000 રૂપિયાથી માંડીને 15,000 રૂપિયા સુધીનો વધારો થયો છે.

સૌથી વધારે કિંમત  નવી Celerioના CNG વેરિયન્ટમાં કરવામાં આવી છે.  આ વધારો 15,000 રૂપિયાનો છે. કિમતોમાં વધારો થતા નવીCelerioની કિંમત 4.31 લાખ તથા Celerio x ની કિંમત 4.80 લાખ રૂપિયા થઈ છે.