Not Set/ રાજ્યમાં નવજાત બાળક મળવાનો સિલસિલો યથાવત, હવે રાજકોટમાંથી મળી આવ્યું માસૂમ

તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્યજી દેવાયેલું તાજું જન્મેલ બાળક મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. બાળકને ઝૂંપડપટ્ટી વિસ્તાર પાછળ નાખી…

Gujarat Rajkot
નવજાત બાળક
  • રાજકોટમાંથી મળી આવ્યું નવજાત બાળક 
  • તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળ્યું
  • પોલીસે બાળકના પરિવારને શોધી કાઢ્યા
  • બાળક શા માટે ફેંકી દેવામાં આવ્યું તે મુદ્દે તપાસ
  • પોલીસે બાળકને હોસ્પિટલ ખસેડ્યું

કહેવાય છે કે, બાળક તો ભગવાનનું સ્વરૂપ હોય છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના અનેક ખૂણેથી નવજાત બાળકોને ત્યજી દેવાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન રાજકોટમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જોતા તો એમ જ લાગે છે માનવતા ખરેખર મરી પરવારી છે.

આ પણ વાંચો :સુરતમાં ગેલેરીમાં રમતા રમતા 2 વર્ષનું બાળક ચોથા માળેથી નીચે પટકાયું, માતાની નજર સામે જ મોત

આ મામલે મળતી માહિતી અનુસાર, તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્યજી દેવાયેલું તાજું જન્મેલ બાળક મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. બાળકને ઝૂંપડપટ્ટી વિસ્તાર પાછળ નાખી પરિવારજનો નીકળી ગયા હતા. તાલુકા પોલીસે બાળકના પરિવારને શોધી કાઢ્યા છે. બાળક શા માટે ફેંકી દેવામાં આવ્યું તેને લઈને તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. તાલુકા પોલીસે ત્રણ અલગ અલગ ટીમ બનાવી બાળકના માતા પિતાને શોધી કાઢ્યા છે. પતિ અને પત્નીના ઝઘડામાં બાળકને તરછોડ્યું હતું. રાજકોટના પુનિતના ટાકા પાસે સોસાયટીમાં બાળકના માતા પિતા રહે છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગઇકાલે અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં પણ એક તાજું જન્મેલ બાળક મૂકી ગયા હતા. અમરાઇવાડીના મહાલક્ષ્મી નગરના રહીશોને બાળકના રડવાનો અવાજ આવતા તેમણે શોધખોળ કરતા નવજાત બાળક મળી આવ્યું હતું. આ અંગે સ્થાનિકોએ તત્કાલ પોલીસને જાણ કરી હતી. બાળક મળતાની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.

આ પણ વાંચો :વડોદરા બાદ રાજકોટમાં પિતા-પુત્રએ ટૂંકાવ્યું જીવન, જાણો શું છે કારણ

અમરાઈવાડી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસે પ્રાથમિક રીતે તો આસપાસમાં પુછપરછ કરી હતી. જો કે બાળક કોઇનું નહી હોવાની ખબર પડતા બાળક કોનું છે કોણ મૂકી ગયું એ સહીતની તપાસ આદરી હતી.

આ પણ વાંચો :ભુજના ધાણેટી પાસે ટ્રક અને ડમ્પર અથડાતા લાગી આગ, બે ડ્રાઈવર જીવતા ભૂંજાયા

આ પણ વાંચો :  કચ્છનાં ગાંધીધામનાં એક ગામમાં દલિત પરિવારને મંદિરમાં જવુ ભારે પડ્યું

આ પણ વાંચો :દિવાળીમાં ભેળસેળ કરતાં વેપારીઓ સામે ફુડ વિભાગ સક્રીય,3 હજાર સેમ્પલ લેવામાં આવ્યા