બનાસકાંઠા/ થર્ટી ફર્સ્ટ પહેલા બુટલેગરો બન્યા બેફામ, સરકારી વોલ્વો બસમાંથી મળી દારૂની બોટલ

બસ ડાઈવર અને કંડકટર ચેક ડેકીમાં કરે એ પહેલાં ધાનેરા પોલીસ આવી જતા મુદામાલ અને બસ ને ધાનેરા પોલીસ મથકે લઈ જવામાં આવી હતી સમાન કોનો છે એ બાબતે કટકટર એ બસ માં પૂછતાં કોઈ અજાણ્યા બે મુસાફર રફુચક્કર થઈ જતા શંકાની સોય મજબૂત બની હતી.

Gujarat Others
દારૂની
  • સરકારી બસમાં પકડાયો દારૂ
  • બસની ડેકીમાં દારૂ મુક્યો કોને
  • બસ સ્ટેન્ડ સુધી દારૂ પહોંચ્યો કઈ રીતે

થર્ટી ફર્સ્ટ (Thirty first)ની શરૂઆત પહેલા જ બુટલેગર બેફામ બન્યા છે ધાનેરા બસ સ્ટેન્ડની અંદર જ ઉભેલ સરકારી વોલ્વો બસ (Volvo bus) માં કોઈક અજાણ્યા પેસેજર એ બસની ડેકીમાં થેલામાં દારૂની અંદાજે 40 કરતા વધુ બોટલ મૂકી દીધી હતી જેની કિંમત અંદાજે 15 હજાર કરતા વધુ થાય છે  જે એકાદ બોટલ ફૂટી જતા સ્મેલ આવતા મામલો સામે આવ્યો હતો બસ ડાઈવર અને કંડકટર ચેક ડેકીમાં કરે એ પહેલાં ધાનેરા પોલીસ આવી જતા મુદામાલ અને બસ ને ધાનેરા પોલીસ મથકે લઈ જવામાં આવી હતી સમાન કોનો છે એ બાબતે કટકટર એ બસ માં પૂછતાં કોઈ અજાણ્યા બે મુસાફર રફુચક્કર થઈ જતા શંકાની સોય મજબૂત બની હતી.

સલામત સવારી બસ અમારીની વાતો થાય છે તયારે બસ ની ડેકી માં દારૂ કોણ ભરી ગયું એ બાબત એ ડાઈવર કંડકટર અજાણ હોવાની વાત સામી આવી છે ત્યારે બીજી તરફ બજાર ની મધ્યમમાં આવેલા બસ સ્ટેન્ડમાં ઉભેલ બસ સુધી દારૂની બોટલ પહોંચી કઈ રીતે એ સવાલ ચર્ચાતો બન્યો છે દારૂબંધી હોવા છતાં 31 st ના સમયે જ બસ સ્ટેન્ડ સુધી સરકારી બસ સુધી દારૂ પહોંચી ગયો કઈ રીતે એ સવાલ અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.

બીજી બાજુ સુરતમાં વરાછા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, વરાછા માતાવાડી પાસે આવેલી દિવાળીબાગ સોસાયટીમાં આવેલા ઘરમાં થર્ટી ફસ્ટને લઈને દારૂનો જત્થો લાવવામાં આવ્યો છે. અહીં ચોરી છૂપીથી વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે વરાછા પોલીસે અહી દરોડો પાડ્યો હતો. પોલીસે ઘરમાં તપાસ કરી 26 હજારની કિમતનો વિદેશી દારૂનો જત્થો, બે મોબાઈલ ફોન મળી કુલ 38 હજારની મત્તા કબજે કરી હતી

આ ઘટનામાં પોલીસે અહી રહેતા શક્તિસિહ લક્ષમણસિંહ ચૌહાણ તથા નરેન્દ્રસિંહ રડમલસિંગ ચૌહાણની ધરપકડ કરી છે. બંને આરોપી સામે વરાછા પોલીસે ગુનો નોધી ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:PM મોદીની માતા હીરાબાની હાલત સ્થિર: ડોક્ટર

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ PM મોદી માટે કર્યું ટ્વિટ, કહ્યું- આશા છે કે તમારી માતા જલ્દી સ્વસ્થ થઈ જાય

આ પણ વાંચો:100 વર્ષની ઉંમરે પણ શિસ્તબદ્ધ જીવન જીવે છે હીરાબા, PM મોદી પણ માતાની દિનચર્યામાંથી લે છે પ્રેરણા