આત્મહત્યા/ ધોળકામાં પરિવારનો સામુહિક આત્મહત્યાનો પ્રયાસ, પિતા-પુત્રનું મોત,માતા-પુત્રીની હાલત ગંભીર

આ  આત્મહત્યાના પ્રયાસમાં કારણ સામે આવ્યું છે કે દીકરીએ પ્રેમલગ્ન કરી લેતા પરિવારે આ પગલું ભર્યું છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

Top Stories Gujarat Breaking News
3 1 ધોળકામાં પરિવારનો સામુહિક આત્મહત્યાનો પ્રયાસ, પિતા-પુત્રનું મોત,માતા-પુત્રીની હાલત ગંભીર
  • ધોળકામાં પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ
  • દીકરીએ પ્રેમલગ્ન કરતા પરિવારનો આપઘાતનો પ્રયાસ
  • પરિવારના ચાર લોકોએ ઝેરી દવા ગટગટાવી
  • ધોળકાના મફલીપુરમાં બની ઘટના
  • પિતા અને પુત્રનું મૃત્યુ, માતા અને એક પુત્ર ગંભીર

અમદાવાદના ધોળકા તાલુકામાં એક જ પરિવારના લોકોએ સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ આત્મહત્યાના લીધે સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.હાલ આ સામુહિક આત્મહત્યા ટોક ઓફ ધ ટાઉન બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધોળકાના મફલીપુમાં સામુહિક આત્મહત્યાનો બનાવ બન્યો છે. પરિવારના ચાર લોકોએ ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં પિતા અને પુત્રનું મૃત્યુ થયુ છે. જયારે માતા અને પુત્રીની હાલત ગંભીર છે. આ  આત્મહત્યાના પ્રયાસમાં કારણ સામે આવ્યું છે કે દીકરીએ પ્રેમલગ્ન કરી લેતા પરિવારે આ પગલું ભર્યું છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.