Attack/ મેક્સિકોમાં સામૂહિક હત્યાકાંડમાં 10 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા

ડ્રગ્સ માફિયાઓથી ઘેરાયેલા મેક્સિકોમાં એક સામૂહિક હત્યાકાંડમાં 10 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન એક મહિલા અને બે યુવકો પણ ગંભીર રીતે ઇજા પામ્યા હતા. પશ્ચિમ મેક્સિકોના જલિસ્કો સ્ટેટમાં શનિવારે કેટલાક બંદૂકધારીઓએ એક મકાન પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 10 લોકોના મોત થયા હતા. હુમલો કરનારા એક એસયુવી કારમાં આવ્યા હતા […]

World
Makar 19 મેક્સિકોમાં સામૂહિક હત્યાકાંડમાં 10 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા

ડ્રગ્સ માફિયાઓથી ઘેરાયેલા મેક્સિકોમાં એક સામૂહિક હત્યાકાંડમાં 10 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન એક મહિલા અને બે યુવકો પણ ગંભીર રીતે ઇજા પામ્યા હતા.

પશ્ચિમ મેક્સિકોના જલિસ્કો સ્ટેટમાં શનિવારે કેટલાક બંદૂકધારીઓએ એક મકાન પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 10 લોકોના મોત થયા હતા. હુમલો કરનારા એક એસયુવી કારમાં આવ્યા હતા જેમની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. માહિતી મુજબ સ્થાનિક પોલીસે મકાનમાંથી 10 પુરુષોના મૃતદેહો મેળવ્યા હતા.

નોંધનીય છે કે મેક્સિકો ડ્રગ્સ માફિયાઓનો અડ્ડો બની ગયો છે જેના લીધે અહીં અવાર નવાર હત્યાઓના કિસ્સાઓ સામે આવતા રહે છે. અહીં જલિસ્કો રાજ્ય ન્યૂ જનરેશન કોર્ટેલનો અડ્ડો બની ગયું છે જે મેક્સિકોની સૌથી ઘાતકી અને પાવરફુલ ગેંગ છે. વિતેલા કેટલાક વર્ષોની સરખામણીમાં જેલિસ્કોમાં ગેંગવોરને લીધે હત્યાઓનું પ્રમાણ ખૂબ જ વધ્યુ હતું.

ગત વર્ષે પણ સેન્ટ્રલ મેસ્કિકોમાં ગુઆનાજુઆટો રાજ્યમાં એક નશા મુક્તિ કેન્દ્ર પર ગોળીબારી કરવામાં આવી હતી જેમાં 24 લોકોના મોત થયા હતા. આ હત્યાકાંડમાં સ્થાનિક ડ્રગ માફિયાઓ સામેલ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.