ઇસ્લામાબાદ
પાકિસ્તાનમાં પંજાબમાં બે પેસેન્જર બસ વચ્ચે અકસ્માત થતા ઘટનાસ્થળે ૧૯ લોકો મૃત્યુ પામ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં ૧૯ લોકોના મોત અને ૪૦ લોકો ઘાયલ થયા છે.
સ્થાનિક પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ અકસ્માત રવિવારે રાત્રે ઘાઝી ઘાટ વિસ્તારમાં થયો હતો.
પોલીસે કહ્યું હતું કે દુઃખનીય બાબત તો એ છે કે મૃતક ૧૯ લોકોમાંથી ૧૩ જના એક જ પરિવારના હતા.
ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે હજુ સુધી આ અકસ્માતનું સાચું કારણ જાણવા મળ્યું નથી.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકના પરિવાર માટે સહાનુભુતિ અને ઘાયલ થયેલા લોકો જલ્દી સાજા થઇ જાય તેવી પ્રાર્થના કરી છે.
પંજાબના સીએમ ઉસ્માન બુઝદર તેમણે પણ આ મામલે સહાનુભુતિ વ્યક્ત કરી છે.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં રોડ એક્સિડન્ટ ઘણી સામાન્ય વાત થઇ ગઈ છે. પાકિસ્તાનમાં રફ ડ્રાઈવીંગ અને ખરાબ રસ્તાને લીધે અવારનવાર રોડ એકસીડન્ટ થતા રહે છે.