IPL 2024/ આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, અમદાવાદમાં કેવી છે પિચ

શુભમન ગીલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ અને શિખર ધવનની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સ 4 એપ્રિલે(આજે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ…………

Trending Sports
Beginners guide to 2024 04 04T082922.414 આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, અમદાવાદમાં કેવી છે પિચ

GT vs PBKS IPL 2024: આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મહત્વપૂર્ણ મેચ રમાવાની છે. ગુજરાત ટાઇટન્સ ટીમ તેની આગળની મેચ જીતીને ફરીથી પંજાબ સામે વિજય મેળવવા મેદાનમાં ઉતરશે. જ્યારે પંજાબની ટીમ બે હાર બાદ જીતની આશાએ મેદાનમાં ઉતરશે. આ મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ત્યારે સ્ટેડિયમની પીચ કેવી હશે.

શુભમન ગીલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ અને શિખર ધવનની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સ 4 એપ્રિલે(આજે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે યોગ્ય માનવામાં આવે છે. ગત વખતે અહીં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઇ હતી. તે દિવસે રમાઈ હતી, પરંતુ આ મેચ સાંજે રમાશે. આવી પરિસ્થિતિમાં મેચની પિચની સરખામણી પાછળની મેચ સાથે કરવી એ યોગ્ય નથી. ગત મેચમાં પિચ એકદમ સૂકી હતી.

ગુજરાત ટાઇટન્સના સ્પિન એક્લપર્ટ રાશિદ ખાન અને નૂર અહેમદે તકનો લાભ લીધો અને હૈદરાબાદને ઘણા રન બનાવવા દીધા ન હતા. હવે જો સાંજની વાત કરીએ તો લગભગ નિશ્ચિત જણાય છે કે પીચ બેટિંગ માટે સારી હશે. જો કોઈપણ બેટ્સમેન બચી જાય તો તે મોટી ઈનિંગ્સ રમી શકે છે. શરૂઆતમાં ફાસ્ટ બોલરો જો બેઝ પર બોલિંગ કરે તો સફળતા મળવાના ચાન્સ છે, પરંતુ તે પછી સ્પિનરો પોતાની કળા બતાવી શકે છે. બોલરોને ત્યારે જ વિકેટ મળશે જ્યારે બેટ્સમેન ભૂલ કરે અથવા બોલિંગ એકદમ યોગ્ય રીતે કરવામાં આવે. નહીં તો બેટ્સમેન મોટા રન બનાવી શકે છે.

અમદાવાદ માટે એવું માનવામાં આવે છે કે…

અમદાવાદ માટે એવું માનવામાં આવે છે કે અહીં રનનો પીછો કરવો વધુ સારો છે. તેથી જે પણ કેપ્ટન ટોસ જીતે છે, તે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે અને જે પણ ટાર્ગેટ આપવામાં આવશે. તે તેનો પીછો કરશે. જોકે, સાંજે મેચમાં કેવી સ્થિતિ હશે તે કહેવું મુશ્કેલ છે. કહેવાય છે કે શુભમન ગિલને આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખૂબ જ પસંદ છે. તેથી આ વર્ષે IPLમાં શુભમન ગિલ પાસે કેટલીક મોટી ઇનિંગ્સ જોવા મળવાની આશા છે. આ મેચ કપરી રહેશે અને જે પણ ટીમ સારૂ પ્રદર્શન કરશે તે જીત નોંધાવવામાં સફળ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:RCB vs KKR Live: કોલકાતાએ બેંગલુરુને 7 વિકેટે હરાવ્યું

આ પણ વાંચો:ક્રિકેટર પૂજા વસ્ત્રાકરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ડીલિટ કરી, PM અને દિગ્ગજ નેતાઓ પરની પોસ્ટ વાયરલ

આ પણ વાંચો: Rishabh Pant/પંતને ફટકારવામાં આવ્યો 12 લાખનો દંડ જાણો કેમ