કમોસમી વરસાદ/ રાજ્યમાં 48 કલાકમાં માવઠાની આગાહી, જગતનો તાત ચિંતામાં મુકાયો

રાજ્યમાં 48 કલાક માવઠાની આગાહી દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી દમણ,દાદરાનગર હવેલીમાં પડી શકે વરસાદ વલસાડ,નવસારી,સુરતમાં પડી શકે સામાન્ય વરસાદ ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં નહીવત્ અસર બે દિવસ બાદ ઠંડીમાં સતત થશે વધારો હવામાન વિભાગનાં વડા જયંત સરકારની જાહેરાત રાજ્યમાં લગભગ દરેક મોટાભાગનાં જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેણે ખેડૂતોની ચિંતામાં વધારો ઝીંક્યો છે. રાજ્યમાં 48 કલાકમાં […]

Top Stories Gujarat
corona 193 રાજ્યમાં 48 કલાકમાં માવઠાની આગાહી, જગતનો તાત ચિંતામાં મુકાયો

રાજ્યમાં 48 કલાક માવઠાની આગાહી
દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
દમણ,દાદરાનગર હવેલીમાં પડી શકે વરસાદ
વલસાડ,નવસારી,સુરતમાં પડી શકે સામાન્ય વરસાદ
ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં નહીવત્ અસર
બે દિવસ બાદ ઠંડીમાં સતત થશે વધારો
હવામાન વિભાગનાં વડા જયંત સરકારની જાહેરાત

રાજ્યમાં લગભગ દરેક મોટાભાગનાં જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેણે ખેડૂતોની ચિંતામાં વધારો ઝીંક્યો છે. રાજ્યમાં 48 કલાકમાં માવઠાની એકવાર ફરી આગાહી આપવામાં આવી છે. ખાસ કરીનેે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય દમણ,દાદરાનગર હવેલી, વલસાડ,નવસારી,સુરતમાં વરસાદ પડી શકે તેવી સંભાવાનો છે.  ઉપરાંત ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં તેની નહીવત્ અસર જોવા મળશે. આપને જણાવી દઇએ કે, બે દિવસ બાદ ઠંડીમાં સતત વધારો થશે.

જણાવી દઇએ કે, આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનાં મતે આગામી 48 કલાક બાદ ચાર ડિગ્રી તાપમાન રહેશે અને બીજી બાજુ અમદાવાદમાં આજ રોજ સામાન્ય વરસાદ અને આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહેશે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે બે દિવસ સુધી વરસાદની આગાહી કરી છે અને 12 મી ડિસેમ્બર સુધી ગુજરાતનાં ભાગો સૌરાષ્ટ્રનાં કિનારાનાં ભાગો અને મધ્ય ગુજરાતનાં ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે રાજ્યમાં ઠંડી પડવાની પણ શક્યતા છે. અરબ સાગરમાં ચક્રવાતની અસર થી આ માવઠું થવાની શક્યતા છે.

આપને જણાવી દઇએ કે, કારતક માસમાં ઠંડીએ જમાવટ કર્યા બાદ વાવાઝોડાના કારણે હાલ ઠંડીનો ચમકારો ઘટી ગયો છે અને મિશ્ર હવામાનનો અનુભવ થઈ રહ્યો છે. હાલ રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં રાત્રે ગરમ કપડા પહેરવા પડે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો