Not Set/ આકાશ વિજયવર્ગીયનાં બેટકાંડ બાદ PM એ આપી આ પ્રતિક્રિયા, માયાવતી બોલ્યા નહી સુધરે નેતા

ઇંદોરમાં ભાજપનાં ધારાસભ્ય કૈલાશ વિજયવર્ગીયનાં દિકરા આકાશ વિજયવર્ગીયએ નગર નિગમનાં અધિકારીઓ સાથે કરેલી મારા મારી પર દેશભરથી લોકો પોતાની પ્રતિક્રિયા આપતા ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, ટીમ ઈંન્ડિયાનાં ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ઈજાનાં કારણે ટૂર્નામેન્ટથી બહાર થઇ ગયો હોવાના સમાચારને સહન ન કરી શકતા આકાશ વિજયવર્ગીયએ ખુદ હવે બેટિંગ કરવાનો નિર્ણય […]

Top Stories India
આકાશ વિજયવર્ગીયનાં બેટકાંડ બાદ PM એ આપી આ પ્રતિક્રિયા, માયાવતી બોલ્યા નહી સુધરે નેતા

ઇંદોરમાં ભાજપનાં ધારાસભ્ય કૈલાશ વિજયવર્ગીયનાં દિકરા આકાશ વિજયવર્ગીયએ નગર નિગમનાં અધિકારીઓ સાથે કરેલી મારા મારી પર દેશભરથી લોકો પોતાની પ્રતિક્રિયા આપતા ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, ટીમ ઈંન્ડિયાનાં ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ઈજાનાં કારણે ટૂર્નામેન્ટથી બહાર થઇ ગયો હોવાના સમાચારને સહન ન કરી શકતા આકાશ વિજયવર્ગીયએ ખુદ હવે બેટિંગ કરવાનો નિર્ણય કરતા નગર નિગમનાં અધિકારીઓ વિરુદ્ધ બેટથી અભ્યાસ કર્યો હતો. જેને લઇને હવે વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા આપતા આ ઘટનાની નિંદા કરી છે. પરંતુ હવે બસપા સુપ્રિમો માયાવતીએ પણ ટ્વીટ કરી નિશાનો સાધ્યો છે.

 

બસપા સુપ્રિમો માયાવતીએ ટ્વીટ કરતા લખ્યુ, દેશભરમાં દરેક રસ્તે સત્તાધારી પાર્ટીનાં લોકો દ્વારા જે રીતે કાયદો ખુલેઆમ હાથમાં લઇને દરેક પ્રકારની અરાજકતા ફેલાવવામાં આવી રહી છે તે સતત ગંભીર ચિંતાનો વિષય બનેલો છે. પરંતુ ભાજપ નેતૃત્વની ફટકારથી અત્યાર સુધીમાં સ્થિતિમાં કોઇ સુધાર આવ્યો નથી અને આગળ પણ કોઇ ગેરન્ટી નથી.

કેમ ઉઠાવવુ પડ્યુ બેટ

akash vijayvargiya આકાશ વિજયવર્ગીયનાં બેટકાંડ બાદ PM એ આપી આ પ્રતિક્રિયા, માયાવતી બોલ્યા નહી સુધરે નેતા

આપને જણાવી દઇએ કે, ભારે વરસાદની આશંકા વચ્ચે ઇંદોરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો. સંભાવનાઓ છે કે ઘણા મકાન ભારે વરસાદનાં કારણે પડી શકે છએ. જેને ધ્યાને લેતા નગર નિગમનાં અધિકારી મકાન ખાલી કરાવવા પહોચ્યા હતા. જ્યા ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય નગર નિગમનાં અધિકારીઓ સાથે ભીડાઇ ગયા હતા.

Modi akash આકાશ વિજયવર્ગીયનાં બેટકાંડ બાદ PM એ આપી આ પ્રતિક્રિયા, માયાવતી બોલ્યા નહી સુધરે નેતા

 

આકાશ વિજયવર્ગીય ક્રિકેટ બેટથી નગર નિગમનાં અધિકારીઓને માર્યા, જેમા તેનો સાથ તેના સમર્થકોએ પણ આપ્યો હતો. મંગળવારે વડાપ્રધાન મોદીએ સંસદીય દળની બેઠકમાં આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે વડાપ્રધાન મોદીએ સલાહ આપતા કહ્યુ હતુ કે, કોઇનો પણ દિકરો હોય, પરંતુ આ પ્રકારની હરકતો ન કરવી જોઇએ, તેને પાર્ટીથી બહાર જવાનો રસ્તો બતાવવો જોઇએ. મોદીએ કહ્યુ હતુ કે, અમે એવો કોઇ નેતા નથી જોઇતા જે પાર્ટીની છબીને ખરાબ કરે. સુત્રોનું કહેવુ છે કે, વડાપ્રધાન મોદીની આ વાતને ગંભીરતાથી લેવામાં આવી શકે છે અને આકાશ વિજયવર્ગીયને પાર્ટીથી બહાર જવાનો રસ્તો બતાવવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.