Political/ કાયદો-વ્યવસ્થાને લઇને માયાવતીએ યુપી સરકારને લીધી આડેહાથ

બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીએ બુધવારે તાજેતરમાં થયેલી હત્યાની ઘટનાઓને લઇને ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી હતી

India
PICTURE 4 235 કાયદો-વ્યવસ્થાને લઇને માયાવતીએ યુપી સરકારને લીધી આડેહાથ

બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીએ બુધવારે તાજેતરમાં થયેલી હત્યાની ઘટનાઓને લઇને ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, શાસક પક્ષે કાયદો અને વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

બુધવારે તેમણે એક ટવીટમાં કહ્યું હતું કે, ‘યુપીમાં વિધાનસભા અને પંચાયતની ચૂંટણી પૂર્વે નેતાઓ, વકીલો અને વેપારીઓની હત્યાનો દૌર શરૂ થઇ જવો ચિંતાજનક છે. પરંતુ તે ખૂબ જ દુઃખદ અને નિંદનીય છે, આ ઘટનાઓને ગંભીરતાથી ન લઇને તેને જુની અદાવત વગેરે બતાવીને આરોપીઓની વિરુદ્ધ સખત કાર્યવાહી ન કરવી. સરકાર ધ્યાન આપે.’

બીજા એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, આવતીકાલથી શરૂ થતા યુપી વિધાનસભાનાં સત્રમાં પણ સરકાર દ્વારા ગુના નિયંત્રણ અને કાયદો અને વ્યવસ્થાની બાબતમાં સરકારની ઘોર બેદરકારી અને દ્વેષપૂર્ણ કાર્યવાહી વગેરે પ્રતિ સરકારને જનતાને પ્રતિ જવાબદેહ બનાવવાનો પ્રયત્ન કરવાનો પાર્ટીનાં ધારાસભ્યોને નિર્દેશ. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં વિધાનસભા સત્ર ગુરુવારથી શરૂ થઈ રહ્યું છે.

આપને જણાવી દઇએ કે, અગાઉ માયાવતીએ દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અંગે કેન્દ્ર સરકારને તાત્કાલિક નોંધ લેવા માંગ કરી હતી. માયાવતીએ ટ્વિટ કર્યું હતું કે, દેશમાં પેટ્રોલ, ડીઝલની કિંમત અનિયંત્રિત અને આભે અડી રહી છે અને કરોડો મધ્યમ વર્ગ અને મહેનતકરતી જનતામાં ત્રાહી-ત્રાહી મચી ગઇ છે, પરંતુ જનહિતનાં આ વિશેષ મુદ્દે પણ સરકારનું મૌન દૃષ્ટિકોણ ખૂબ દુઃખદ છે. બસપા આ મોંઘવારીને વધવાનાં આ મુદ્દા પર સરકાર પાસેથી તાત્કાલિક ધ્યાન આપવાની માંગ કરી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ