Not Set/ માયાવતીની પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, રાજસ્થાન પંચાયત ચૂંટણી પહેલા જ BSP નાં 6 MLA કોંગ્રેસ સાથે જોડાયા

આજનાં સમયમાં દેશમાં નેતાઓનાં હ્રદય પરિવર્તન ઘણીવાર થતા આપણી જોઇ ચુક્યા છીએ. પોતાની પાર્ટીને છોડી અન્ય પાર્ટીમાં ચાલ્યા જવુ તો આજે સામાન્ય વાત બની ગઇ છે. આ સદર્ભમાં કોંગ્રેસનાં નેતાઓ ઘણા આગળ છે. જો કે હવે હ્રદય પરિવર્તનમાં BSP નાં ધારાસભ્ય પણ મેદાને ઉતરી આવ્યા છે. રાજસ્થાનમાં નાગરિક અને પંચાયતની ચૂંટણી પૂર્વે બસપા સુપ્રીમો માયાવતીને […]

Top Stories India
central supremo mayawati addresses committee executive meeting 0450d896 d8eb 11e9 aefb e5600836c7fe માયાવતીની પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, રાજસ્થાન પંચાયત ચૂંટણી પહેલા જ BSP નાં 6 MLA કોંગ્રેસ સાથે જોડાયા

આજનાં સમયમાં દેશમાં નેતાઓનાં હ્રદય પરિવર્તન ઘણીવાર થતા આપણી જોઇ ચુક્યા છીએ. પોતાની પાર્ટીને છોડી અન્ય પાર્ટીમાં ચાલ્યા જવુ તો આજે સામાન્ય વાત બની ગઇ છે. આ સદર્ભમાં કોંગ્રેસનાં નેતાઓ ઘણા આગળ છે. જો કે હવે હ્રદય પરિવર્તનમાં BSP નાં ધારાસભ્ય પણ મેદાને ઉતરી આવ્યા છે. રાજસ્થાનમાં નાગરિક અને પંચાયતની ચૂંટણી પૂર્વે બસપા સુપ્રીમો માયાવતીને મોટો ઝટકો લાગ્યો છે. બહુજન સમાજ પાર્ટીનાં તમામ 6 ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા છે.

બસપાના ધારાસભ્યોએ પંચાયતની ચૂંટણી પૂર્વે બસપા સુપ્રીમોને આ મોટો ઝટકો આપ્યો છે. રાજસ્થાનમાં સમગ્ર બસપા વિધાનસભા પાર્ટી સોમવારનાં રોજ કોંગ્રેસમાં જોડાઈ હતી. બસપાનાં ધારાસભ્યોએ સ્પીકર સી.પી.જોશીને મર્જર પત્ર પણ આપ્યો છે. આ સાથે જ આ ધારાસભ્યોનાં મર્જર બાદ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ મજબૂતી મળશે તેવી સંભાવનાઓ છે.

બહુજન સમાજ પાર્ટીનાં ધારાસભ્ય વાજિબ અલીએ મીડિયાને જણાવ્યું કે રાજસ્થાનમાં બસપાનાં 6 ધારાસભ્યો છે. સોમવારનાં રોજ તમામ ધારાસભ્યોએ મારી સાથે કોંગ્રેસનું સભ્યપદ ગ્રહણ કર્યુ છે. અમે કોંગ્રેસ સાથે બીએસપી વિધાનસભા પક્ષનાં મર્જરનું પત્ર અધ્યક્ષને સુપ્રત કર્યું છે. તેમણે કહ્યું કે સાંપ્રદાયિક શક્તિઓ સાથે સ્પર્ધા કરવા માટે, અમારા તમામ છ ધારાસભ્યોએ કોંગ્રેસમાં જોડાવાનું નક્કી કર્યું છે.

આપને જણાવી દઈએ કે, રાજસ્થાનમાં થોડા સમય બાદ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં બહુજન સમાજ પાર્ટીનાં તમામ ધારાસભ્યોનો સમાવેશ બીએસપી માટે મોટો ફટકો માનવામાં આવે છે. આપને જણાવી દઈએ કે આ દિવસોમાં કોંગ્રેસ પાર્ટી પંચાયત ચૂંટણી જીતવા માટે સદસ્યતા અભિયાન પર સતત ભાર મૂકી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.