Not Set/ પ્રિયંકા ગાંધી પર માયાવતીનાં તીખા સૂર, કહ્યુ- યુપી બાદ હવે રાજસ્થાન પણ જાઓ જ્યા…

ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બસપા સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને સીએએ પ્રદર્શનમાં મૃતકોનાં પરિવારજનોને મળવા પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં 100 બાળકોનાં મોત થયા છે. પ્રિયંકા ગાંધીએ તે માતાઓને પણ મળવુ જોઈએ જેમનુ બાળક તેમનાથી હંમેશા માટે દૂર થઇ ગયુ. માયાવતીએ એક ટ્વિટમાં કહ્યું કે, કોંગ્રેસ શાસિત રાજસ્થાનનાં કોટા […]

Top Stories India
Mayawati EPS પ્રિયંકા ગાંધી પર માયાવતીનાં તીખા સૂર, કહ્યુ- યુપી બાદ હવે રાજસ્થાન પણ જાઓ જ્યા...

ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બસપા સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને સીએએ પ્રદર્શનમાં મૃતકોનાં પરિવારજનોને મળવા પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં 100 બાળકોનાં મોત થયા છે. પ્રિયંકા ગાંધીએ તે માતાઓને પણ મળવુ જોઈએ જેમનુ બાળક તેમનાથી હંમેશા માટે દૂર થઇ ગયુ.

માયાવતીએ એક ટ્વિટમાં કહ્યું કે, કોંગ્રેસ શાસિત રાજસ્થાનનાં કોટા જિલ્લામાં તાજેતરમાં 100 માસૂમ બાળકોનાં મોતથી માતાઓને થયેલું નુકસાન ખૂબ જ દુઃખદ છે. તેમ છતા પણ મુખ્યમંત્રી ગેહલોત પોતે અને તેમની સરકાર હજી પણ તેમના પ્રત્યે ઉદાસીન, અસંવેદનશીલ અને બેજવાબદાર છે, જે ખૂબ નિંદાજનક છે. ‘

પરંતુ તેનાથી પણ વધુ દુઃખદ એ છે કે, કોંગ્રેસ પક્ષનાં ઉચ્ચ નેતા અને ખાસ કરીને મહિલા મહાસચિવ આ મામલે મૌન ધારણ કરેલ છે. સારુ હતુ કે તે યુપીની જેમ તે ગરીબ પીડિત માતાઓને પણ જઇને મળતા, જેમની કોક માત્ર તેમની પાર્ટીની સરકારની લાપરવાહી વગેરેનાં કારણે નાશ પામી છે.

અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે, જો કોંગ્રેસનાં મહિલા રાષ્ટ્રીય મહાસચિવ રાજસ્થાનનાં કોટામાં જઇને મૃત બાળકોની “માતા” ને નહી મળે, તો અત્યાર સુધીનાં કોઇ પણ મામલામાં યુપી પીડિતોનાં પરિવારને મળવુ માત્ર તેમનુ રાજનીતિક હિત અને કોરી નાટક માનવામાં આવશે, જેનાથી યુપીની જનતાએ જાગૃત રહેવું જોઇએ.

રાજસ્થાનનાં કોટામાં નવજાત બાળકોનાં મોત સતત થઇ રહ્યા છે જે હજુ અટક્યા નથી. અહીં છેલ્લા 48 કલાકમાં વધુ 9 બાળકોનાં મોત નીપજ્યાં છે. ત્યારબાદ આ આંકડો 100 ને વટાવી ગયો છે. અધિકારીઓ કહે છે કે, જેકે લોન હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં વધુ 9 બાળકોનાં મોત નીપજ્યાં છે. આ પછી, અત્યાર સુધીમાં 100 બાળકોનાં મોત નીપજ્યાં છે. 23-24 ડિસેમ્બરે સરકારી હોસ્પિટલમાં 48 કલાકનાં સમયગાળા દરમિયાન 10 બાળકોનાં મોત બાદ રાજ્ય સરકાર વિપક્ષનાં નિશાના પર હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.