Election/ મતદાન કરવા પહોંચ્યા તારક મહેતાના ‘સુંદર લાલ’, વોટ આપવા જનતાને કરી અપીલ

રવિવારે સવારે ‘તારક મહેતા કા ઉલ્ટ ચશ્મા’ ટીવી સીરિયલથી ઘરે ઘરે જાણીતા બનેલા સુંદર મામા ઉર્ફે મયુર વાકાણીએ પોતાના પત્ની સાથે મતદાન કર્યું હતું.  

Ahmedabad Gujarat
a 278 મતદાન કરવા પહોંચ્યા તારક મહેતાના 'સુંદર લાલ', વોટ આપવા જનતાને કરી અપીલ

આજે ગુજરાતની છ મહાનગરપાલિરાનની 575 બેકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. જેના માટે 2276 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. આજે મહાનગરપાલિકાના 1,14,66,973 મતદારો મતદાન કરશે. તેમાં 60,060,435 પુરૂષ મતદાતાઓ અને 54,06,538 સ્ત્રી મતદાતાઓ મતદાન કરશે. 6 મનપામાં 12 વાગ્યા સુધીમાં 21 ટકા સરેરાશ મતદાન થયું છે.

લોકશાહીના આ પર્વમાં રાજનેતાથી લઈને સેલેબ્સ સુધીના તમામ લોકો મતદાન મથકે પહોંચી રહ્યા છે. જેમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ખાસ પાત્રએ પણ પોતાના પરિવાર સાથે અમદાવાદમાં મતદાન કર્યું હતું.

જણાવીએ કે, રવિવારે સવારે ‘તારક મહેતા કા ઉલ્ટ ચશ્મા’ ટીવી સીરિયલથી ઘરે ઘરે જાણીતા બનેલા સુંદર મામા ઉર્ફે મયુર વાકાણીએ પોતાના પત્ની સાથે મતદાન કર્યું હતું.

મહત્વનું છે કે, અમદાવાદમાં રાજીવનગરના મતદાન મથકે પોતાના દીકરા અને પત્ની સાથે પહોંચેલા મયુર વાકાણીએ લોકોને આગળ આવીને મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, વ્યસ્ત શેડ્યુલમાં લોકોએ થોડોક સમય કાઢીને મતદાન ચોક્કસથી કરવું જોઈએ.