પાલનપુર/ રાજસ્થાન જતી લક્ઝરી બસમાંથી MD ડ્રગ્સ મળી આવ્યું, બે શખ્સની ધરપકડ

પાલનપુરમાં અમદાવાદથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસમાં  એમડી ડ્રગ્સ ની હેરાફેરી કરતા બે રાજસ્થાની શખ્સોને  બાતમીને આધારે દબોચી લઈ તેમની પાસે રહેલું  ૨૬૦ ગ્રામ મેફ્રેડ્રોન ડ્રગ્સ કબજે કર્યું છે.

Gujarat Others
whtasaap 34 રાજસ્થાન જતી લક્ઝરી બસમાંથી MD ડ્રગ્સ મળી આવ્યું, બે શખ્સની ધરપકડ

પાલનપુરના એરોમા સર્કલ પરથી અમદાવાદથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસમાંથી એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા બે રાજસ્થાની શખ્સોને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યા છે. આ શખ્સો પાસેથી 260 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું.  પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરનાર ગોરખારામ ખેંગારામ અને જોગારામ ગુમનારામને ઝડપી પાડી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુરના એરોમા સર્કલથી ડ્રગ્સ ઝડપાયું

260 ગ્રામ ડ્રગ્સ સાથે બે યુવક ઝડપાયા

પોલીસે આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી એમડી ડ્રગ્સ સહિત કેફી પદાર્થો હેરાફેરી ઝડપાવાના મામલા વધવા પામ્યા છે.ત્યારે વધુ એક વખત બનાસકાંઠા જિલ્લાની એસઓજી પોલીસે જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં એરોમા સર્કલ પરથી મોડી રાત્રે અમદાવાદથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસમાં  એમડી ડ્રગ્સ ની હેરાફેરી કરતા બે રાજસ્થાની શખ્સોને  બાતમીને આધારે દબોચી લઈ તેમની પાસે રહેલું  ૨૬૦ ગ્રામ મેફ્રેડ્રોન ડ્રગ્સ કબજે કર્યું છે.

મહત્ત્વની વાત એ છે કે જિલ્લાની એસઓજી પોલીસને  બાતમી મળી હતી કે અમદાવાદથી રાજસ્થાન તરફ જતી એક લક્ઝરી બસમાં બે શખ્સો બેઠા છે.જેમની પાસે એમડી ડ્રગ્સનો જથ્થો છે જેને લઈ  એસઓજી પોલીસે શહેરના એરોમા સર્કલ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમીને આધારેની લક્ઝરી બસ એરોમા સર્કલ નજીક પહોંચતાં તેને રોકાવી બાતમી આધારેના શખ્સો ની તપાસ કરતાં તેમની પાસેથી  ૨૬૦ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

જેને લઇ પોલીસે  અમદાવાદથી રાજસ્થાન તરફ એમડી ડ્રગ્સની હેરાફેરી કરનારા  ગોરખારામ ખેંગારામ જાટ અને  જોગારામ ગુમનારામ જાટને ઝડપી પાડી તેમની પાસે રહેલો એમડી ડ્રગ્સ  ૨૬૦ ગ્રામ કિંમત રૂ.26 લાખ સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.26.33લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી બંન્ને શખ્સો સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી  વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે માદક પદાર્થોની હેરાફેરી કરી પોલીસને ચકમો આપનાર શખ્સોને  એસઓજી પોલીસે દબોચી લેતા ગુનાહિત પ્રવૃત્તિ કરનારા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વિવાદનો ‘પ્રેમ સ્વરૂપ’ અંત! / સોખડા સ્વામિનારાયણ મંદિરનો ગાદીપતિ વિવાદનો સર્વ સમાવેશી અંત!

GOA / માત્ર મમતા જ ભાજપને પડકારી શકે છે : ગોવાના પૂર્વ

મેઘકહેર / ગોંડલમાં રીક્ષા તો જામજોધપુરમાં બળદગાળા સાથે ખેડૂત તણાયો

હુમલો / ભાજપના ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે ભવાનીપુરની પેટા ચૂંટણી રદ કરવા માંગ, મારા પર હુમલો અને કાર્યકર્તા સાથે મારપીટ