ગાંધીનગર/ હોસ્ટેલના સાતમા માળેથી પડતું મૂકી મેડિકલ વિદ્યાર્થીનીનો આપઘાત, જાણો શું છે કારણ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. MBBSના બીજા યરમાં અભ્યાસ કરતી યુવતીએ જીવન ટૂંકાવ્યું છે.

Top Stories Gujarat Others
આપઘાત
  • ગાંધીનગર:મેડિકલ વિદ્યાર્થીનીનો આપઘાત
  • બીજા વર્ષની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત
  • હોસ્ટેલના સાતમા માળેથી પડતું મુકયું
  • પરિક્ષાને લઇ આત્મહત્યા કર્યાની માહિતી
  • GMERS હોસ્ટેલમાં રહેતી હતી વિદ્યાર્થીની

ગુજરાતમાં એક પછી એક વિદ્યાર્થીઓના આપઘાતના બનાવ સામે આવી રહ્યા છે. પરિક્ષાના ડિપ્રેશનમાં આવીને આપઘાત જેવુ પગલું ભરતા પણ વિચાર નથી કરતાં. ત્યારે આવામાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. MBBSના બીજા યરમાં અભ્યાસ કરતી યુવતીએ જીવન ટૂંકાવ્યું છે. આ યુવતીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની હોસ્ટેલૉની છત પરથી પડતું મૂકી આત્મહત્યા કરી છે. આ ઘટનાની જાણ થતા જ ગાંધીનગર સેક્ટર 7 પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, આપઘાત કરનાર યુવતીનું નામ આસ્થા પંચાસરા છે. તેઓ MBBSના સેકન્ડ યરમાં અભ્યાસ કરતા હતા.જેણે વહેલી સવારે હોસ્ટેલની આગાસી પરથી પડતું મૂકીને જીવનનો અંત લાવી લીધો છે. તેણે એનઆરઆઈ સ્ટુડન્ટ તરીકે એડમિશન લીધુ હતું. પેપર ખરાબ ગયું હોવાની વાત સામે આવી છે. ઘટના સ્થળ પરથી સુસાઇડ નોટ મળી આવી છે જેને પોલિસે તપાસ માટે લીધી છે.

આ પણ વાંચો:કચ્છ બાદ હવે અમદાવાદમાંથી ઝડપાયું MD ડ્રગ્સ, ક્રાંઇમ બ્રાન્ચે મુદ્દામાલ જપ્ત