Politics/ મીનાક્ષી લેખીએ ખેડૂતોને મવાલી કહ્યા બાદમાં વિવાદ વધ્યો તો માંગી માફી

ગુરુવારે કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી છેલ્લા ઘણા મહિનાઓથી કૃષિ કાયદાની વિરુદ્ધ ધરણા પર બેઠેલા ખેડૂતો પર ગુસ્સે થયા હતા અને તેમને મવાલી ​​કહી દીધા હતા.

Top Stories India
1 27 મીનાક્ષી લેખીએ ખેડૂતોને મવાલી કહ્યા બાદમાં વિવાદ વધ્યો તો માંગી માફી

ગુરુવારે કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી છેલ્લા ઘણા મહિનાઓથી કૃષિ કાયદાની વિરુદ્ધ ધરણા પર બેઠેલા ખેડૂતો પર ગુસ્સે થયા હતા અને તેમને મવાલી ​​કહી દીધા હતા. આપને જણાવી દઈએ કે, મીનાક્ષી લેખીએ તાજેતરમાં જ મોદી સરકારનાં નવા મંત્રીમંડળમાં વિદેશ રાજ્ય મંત્રી પદ સંભાળ્યું હતું. મીનાક્ષીએ પેગાસસ જાસૂસી મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને વિરોધપક્ષ ઉપર હુમલો કર્યો હતો, આ દરમ્યાન તેમણે જંતર-મંતર પર વિરોધ કરી રહેલા ખેડૂતો પર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે પહેલી વાત એ કે તેમે તેઓને ખેડૂત બોલાવવાનું બંધ કરી દો કારણ કે તેઓ ખાડૂત નથી, ખેડૂતોની પાસે એટલો સમય નથી કે તેઓ જંતર મંતર પર ધરણા પર બેસે. તે પોતાના ખેતરોમાં કામ કરી રહ્યા છે. આ ફક્ત કાવતરાખોરો દ્વારા ઉશ્કેરવામાં આવેલા લોકો છે જે આ કૃત્યો ખેડૂતોનાં નામે કરી રહ્યા છે.

તનાવભરી સ્થિતિ / બંદ્રીનાથ મંદિરના પરિસરમાં નમાજ પઢતો વીડિયો વાયરલ થતાં તનાવભરી સ્થિતિ,15 લોકો પર કેસ

અગાઉ, વિપક્ષે પેગાસસ જાસૂસી મુદ્દે સંસદમાં હંગામો મચાવી દીધો હતો, જેના કારણે નારાજ મીનાક્ષીએ પહેલા વિપક્ષ પર ફેક ન્યૂઝ દ્વારા દેશમાં અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ જંતર-મંતર ખાતે વિરોધ કરી રહેલા ખેડૂતોને એજન્ટો તરીકે બોલાવ્યા હતા અને કહ્યું કે, તેઓ ખેડૂત નથી મવાલી ​​છે. જ્યારે મીનાક્ષી લેખીને પત્રકારોએ 26 જાન્યુઆરીની ઘટના યાદ અપાવતા તેમણે પરવાનગી મળવાને લઇને સવાલ પૂછ્યો તે તેઓ ભડકી ગયા. તેમણે કહ્યું કે, તમે લોકો ફરીથી તેમને ખેડૂત તરીકે બોલાવી રહ્યા છો. તેઓ ખેડૂત નથી, તેઓ મવાલી ​​છે. મીનાક્ષીએ કહ્યું કે, 26 જાન્યુઆરીએ જે બન્યું તે શરમજનક હતું અને આવા લોકોને વિપક્ષ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

રાજવી વિવાદ / મધ્યપ્રદેશમાં પન્ના રાજવી પરિવારની મહારાણીની ધરપકડ,રાજમાતાને મારી નાંખવાનો આરોપ

મીનાક્ષી લેખીને ખેડૂત આંદોલનમાં સામેલ ખેડૂતોને લઇને 26 જાન્યુઆરીની ઘટના યાદ કરતા તેમને મવાલી તો કહી દીધા. પરંતુ જ્યારે આ નિવેદનને કારણે વિવાદ વધવા માંડ્યો, ત્યારે તેમણે માફી માંગીને પોતાનું નિવેદન પાછું લીધું અને કહ્યું કે જો મારા આ નિવેદનથી કોઈને દુઃખ થાય છે, તો હું મારા શબ્દો પાછું લઈશ. તેમણે કહ્યું છે કે, તેમના નિવેદનનો ખોટો અર્થ નીકાળવામાં આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે મારા શબ્દોને અલગ રીતે રજૂ કરવામાં આવ્યા છે, જો તેનાથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો હું મારા શબ્દો પાછા લઉ છુ.