Not Set/ મળો ગુજરાતની કેટરિના કૈફને, માતા વકીલ છે અને દીકરી અભિનેત્રી!

ક્રીના પોતે ફેશન ઇન્ફ્લુએન્સર પણ છે અને અવનવી બ્રાન્ડ સાથે કનેક્ટેડ પણ છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ્સથી તે પ્રચલિત થઇ ગઈ છે અને અચાનક એક તેને ફોન આવે છે અને તેની લાઈફમાં વળાંક લાવે છે. ક્રીના હાલ ઇન્સ્ટાગ્રામ પર 46 હજારથી વધારે ફોલોવર્સ ધરાવે છે.

Mantavya Exclusive
ક્રીના પારેખ

કલર્સ ગુજરાતી પર મોટી બાની નાની વહૂની સીરીયલ સૌ કોઈએ જોઈ જ હશે ! અને તેમાં બાની પૌત્રી પરી ઝવેરીના પાત્રથી તમે અજાણ નહીં જ હોય ! અને પાત્ર કરી રહી છે ક્રીના પાઠક !

મૂળ કોડીનારની ક્રીના અગિયારમાં ધોરણ સુધી ત્યાં જ અભ્યાસ કર્યો છે. તેમાં પિતા અંબુજા સિમેન્ટમાં નોકરી કરે છે પરંતુ તેમની ટ્રાન્સફર અમદાવાદ ખાતે થતાં તેઓ સહ પરિવાર સાથે અમદાવાદ રહેવા માટે આવી ગયા. ક્રીના સ્કૂલમાં હતી ત્યારથી જ તેને ડાન્સ સિંગિંગ અને સ્પોર્ટ્સનો શોખ ધરાવે છે. તે એકલી એકલી ટીવી સામે ઉભી રહીને ડાન્સ કરતી હતી અને વિડીયો પણ બનાવતી હતી. ક્રીનાના મમ્મી ગુજરાત હાઈકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે.

ક્રીનાને આ ઉપરાંત જમવાનું બનાવવાનો પણ શોખ ધરાવે છે. ક્રીનાએ યુટ્યુબ પર 80 થી 90 જેટલા વિડીયો કૂકિંગના બનાવ્યા છે.

ક્રીનાની જો વધુ વાત કરવામાં આવે તો તેણી ધોરણ બાર પછી તેણી ઈલેક્ટ્રોનિક અને કોમ્યુનિકેશન એન્જીનીયરીંગનો અભ્યાસ કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ શરુ થતાં તે પોતાના ડાન્સ અને અનેક વિડીયો શેર કરતી રહે છે. ક્રીના પોતે ફેશન ઇન્ફ્લુએન્સર પણ છે અને અવનવી બ્રાન્ડ સાથે કનેક્ટેડ પણ છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ્સથી તે પ્રચલિત થઇ ગઈ છે અને અચાનક એક તેને ફોન આવે છે અને તેની લાઈફમાં વળાંક લાવે છે. ક્રીના હાલ ઇન્સ્ટાગ્રામ પર 46 હજારથી વધારે ફોલોવર્સ ધરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by • KRINA PATHAK • (@krina_pathak)

ક્રીનાને મોટી બા ટીમ માટે કાસ્ટિંગ ચાલી રહ્યું હોય છે ત્યારે તેને ઓડીશન આપવા માટે ફોન આવે છે. ક્રીનાની સાથે ગુજરાતી રંગભૂમિ સહિત સિનેમા સાથે સંકળાયેલી અનેક યુવતીઓ ઓડીશન આપે છે પરંતુ જ્યુરીને ક્રીનાનું ઓડીશન ગમી જાય છે અને તેણીને સિલેક્ટ કરે છે અને અભિનેત્રી તરીકે સીરીયલથી તે કારકિર્દી શરુ કરે છે.

ક્રીનાને સામાજિક કાર્યો કરવા પણ ખૂબ જ ગમે છે. ક્રીના હાલમાં મહિલાઓમાં જાગૃતિ લાવનારી સંસ્થા SDC સાથે પણ જોડાયેલી છે અને તે ગુજરાત ચેપ્ટરની હેડ છે.

ક્રીનાને તેના મિત્રો “ગુજરાતની કેટરિના કૈફ” તરીકે ઓળખાવે છે.

 

 

View this post on Instagram

 

A post shared by • KRINA PATHAK • (@krina_pathak)

 

ક્રીનાએ મંતવ્ય ન્યૂઝ સાથે રેપીડ ફાયર રાઉન્ડમાં સવાલના જવાબ આપ્યા હતા જે આ મુજબ છે :

ક્રીનાને ફેવરીટ હીરો તરીકે બોલીવૂડમાં અક્ષય કુમાર અને ગુજરાતીમાં પ્રતિક ગાંધી ગમે છે, હિરોઈનમાં કેટરિના કૈફ અને ગુજરાતીમાં પિન્કી પરીખ તેમના ફેવરીટ છે જોકે તેમની સાથે કામ કરવાનો મને આનંદ અને ગર્વ છે તેવું ક્રીનાએ જણાવ્યું હતું.

ક્રીનાએ છેલ્લી ફિલ્મ સૂર્યવંશી જોઈ છે અને તેને પ્રિટી ગર્લ ગીત ખૂબ જ સાંભળવું ગમે છે.