Not Set/ LRD મહિલા અને બિન અનામત વર્ગના આંદોલન મામલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક

છેલ્લા કેટલાય સમયથી ગાંધીનગર ખાતે અનામત અને બિન અનામત વર્ગ બંને પોતાના પ્રશ્નોને લઈને આંદોલન ચલાવી રહ્યા છે. બંને ની પોત પોતાની માંગણીઓ છે.  અને બંને વર્ગ સરકાર પર પોતાની માંગણી માટે દબાણ  કરી રહ્યા છે. ત્યારે હાલમાં આ મુદ્દા પર મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠક શરૂ થઈ રહી છે. આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને […]

Gujarat Uncategorized
kutch LRD મહિલા અને બિન અનામત વર્ગના આંદોલન મામલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક

છેલ્લા કેટલાય સમયથી ગાંધીનગર ખાતે અનામત અને બિન અનામત વર્ગ બંને પોતાના પ્રશ્નોને લઈને આંદોલન ચલાવી રહ્યા છે. બંને ની પોત પોતાની માંગણીઓ છે.  અને બંને વર્ગ સરકાર પર પોતાની માંગણી માટે દબાણ  કરી રહ્યા છે.

ત્યારે હાલમાં આ મુદ્દા પર મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠક શરૂ થઈ રહી છે. આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સચિવ વિકાસ સહાય ઉપસ્થિત છે. સાથે ગૃહ વિભાગના અધિકારી અને ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજર છે. હાલ ગાંધીનગરમાં બે પક્ષ પોતાના આંદોલન સાથે બેઠા છે. જેમાં એક પક્ષ પરિપત્રને રદ કરવા તો, બીજો પક્ષ પરિપત્ર યથાવત્ રાખવાના સમર્થનમાં છે. સરકારનું ધ્યાન હવે બન્ને પક્ષોને નુક્સાન ન થાય તે રીતે આ સમસ્યાનું સમાધાન શોધવા પર છે. ત્યારે સરકાર બેઠક બાદ ક્યો નિર્ણય કરે છે તે મહત્વનું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.