રાજકીય/ અમારે નરેશ પટેલથી ફાયદાની જરૂર નથી, ભાજપના કાર્યકર્તાઓ મજબુત છે : ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ

પાટીલે ખોડલધામના નરેશ પટેલ અને વડાપ્રધાનની મુલાકાત અંગે વિસ્ફોટક નિવેદન આપ્યું હતું. પાટીલે જણાવ્યું કે, નરેશ પટેલની પીએમ સાથેની મુલાકાતથી ભાજપને ફાયદાની કોઇ જ જરૂર નથી. ભાજપના કાર્યકર્તાઓ ખુબ જ મજબુત છે.

Top Stories Rajkot Gujarat
Untitled 58 4 અમારે નરેશ પટેલથી ફાયદાની જરૂર નથી, ભાજપના કાર્યકર્તાઓ મજબુત છે : ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ

રાજકોટ શહેરમાં ભાજપના નવા કાર્યાલય કમલમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગતરોજ ધરતેરસના દિવસે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વજુભાઇ વાળાની હાજરીમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટીલે ખોડલધામના નરેશ પટેલ અને વડાપ્રધાનની મુલાકાત અંગે વિસ્ફોટક નિવેદન આપ્યું હતું. પાટીલે જણાવ્યું કે, નરેશ પટેલની પીએમ સાથેની મુલાકાતથી ભાજપને ફાયદાની કોઇ જ જરૂર નથી. ભાજપના કાર્યકર્તાઓ ખુબ જ મજબુત છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે પાટીલે જણાવ્યું કે, રાજકોટ જ નહી પણ સમગ્ર ગુજરાતમાં ભાજપ મજબુત છે. નરેશ પટેલે વડાપ્રધાન સાથે મુલાકાત કરી તે સારી બાબત છે. પરંતુ ભાજપને આ મુલાકાતથી કોઈ ફાયદાની આશા નથી રાખતું. અમારે એવા ફાયદાની જરૂર પણ નથી. ભાજપના કાર્યકર્તાઓ જ મજબુત છે.

નરેશ પટેલ એક સામાજિક- ધાર્મિક સંસ્થાના વડા છે. અને આવી સંસ્થાના વડા જ્યારે પીએમને મળે ત્યારે અમને લાગે છે કે, ચૂંટણીમાં અમારા કાર્યકર્તાઓ જે લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યા છે તે પુર્ણ થશે. પાટીલે આ અંગે જણાવ્યું કે, નવા બનેલા કાર્યાલયમાં મારી પણ એક ચેમ્બર બનાવાઇ છે. ચેમ્બર બહાર સી.આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ તેવું લખ્યું હતું. મે મારા નામની પ્લેટમાં કઢાવી નાખી હતી. માત્ર પ્રદેશ અધ્યક્ષ જ લખેલું રાખો તેવું જણાવ્યું હતું. પાટીલે કહ્યું કે, આ સંગીત ખુરશી જેવું છે. લોકો તો આવજા જતા રહેવાના છે પરંતુ સાશ્વત પક્ષ છે. ટિકિટની વહેંચી મુદ્દે કેટલાક આગેવાનોમાં નારાજગી અંગે તેમણે કહ્યું કે, ટિકિટની વહેંચણી PM અને અમિત શાહના હાથમાં છે.